Salman Khan: કેટરિના કૈફે રડતા રડતા સલમાન ખાનને શું કહ્યું?

Salman Khan: સલમાન ખાન અને કેટરીના કૈફ ભલે પોતાના અંગત જીવનમાં અલગ-અલગ રસ્તે ચાલી રહ્યા હોય પરંતુ એક સમય એવો હતો જ્યારે ઈન્ડસ્ટ્રીમાં તેમના પ્રેમની ચર્ચાઓ ખૂબ જ સામાન્ય હતી. સલમાને કેટરિનાને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો છે અને અલગ અલગ રીતે તેના પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે. જો કે એ વાત કોઈથી છુપી ન હતી કે એક તરફ સલમાન (Salman Khan) નું દિલ કેટરિના માટે ધડકતું હતું તો બીજી તરફ અભિનેત્રીના દિલના તાંતણા રણબીર કપૂર સાથે જોડાયેલા હતા. પરંતુ એકવાર કેટરિના રડતી રડતી સલમાન પાસે આવી હતી. ત્યારે સલમાને અભિનેત્રીને ખૂબ સપોર્ટ કર્યો હતો.

કેટરિના કૈફના આંસુ ન જોઈ શક્યા સલમાન ખાન

સલમાન ખાને (Salman Khan) આ વાત આપ કી અદાલતમાં રજૂ કરી હતી. સલમાને કહ્યું હતું કે જ્હોન અબ્રાહમે કેટરીનાને ફિલ્મમાંથી કાઢી મૂકી હતી. ત્યારે કેટરિનાને આ વાતનું ખૂબ જ ખરાબ લાગ્યું હતું અને તે રડતી રડતી મારી પાસે આવી હતી.તે ચિંતામાં હતી. આ ઉપરાંત તે ત્રણ દિવસથી ઉદાસ રહેતી હતી.ત્યારે સલમાને (Salman Khan) કહ્યું હતું કે તું દેશની સૌથી મોટી અભિનેત્રી બનશે. ત્યારે કેટરીના હચવા લાગી હતી.

સલમાને કેટરિનાને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો

સલમાને (Salman Khan) કેટરિનાને દરેક સમયે સાથ આપ્યો છે. આ દરમિયાન સલમાને તેને પહેલા હિન્દી શીખવાની સલાહ આપી હતી. અભિનેત્રીએ તેની વાત સાંભળી અને તેના હિન્દીમાં કામ કરવાનું શરૂ કર્યું. જોકે ફરી એક સમય એવો આવ્યો જ્યારે જ્હોન ફિલ્મમાં લીડ રોલમાં હતો. ત્યારબાદ સલમાને (Salman Khan) કેટરિનાને સમજાવ્યું અને તે બધું ભૂલીને જ્હોન સાથે ફિલ્મ કરી. સલમાન ખાને (Salman Khan) કેટરીનાને લગ્ન પછી પણ તેની સાથે ફિલ્મોમાં કામ કરવાની તક આપી હતી.

 

 

 

 

 

Scroll to Top