Illegal immigrants ને લઈ અમેરિકાનું વિમાન અમૃતસરમાં ઉતર્યું,પંજાબ અને ગુજરાતના લોકો સૌથી વધુ

America News: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 104 ભારતીયોને લઈને એક અમેરિકન સૈન્ય વિમાન બુધવારે (5 ફેબ્રુઆરી) શ્રી ગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. અમેરિકાનું લશ્કરી વિમાન C-17 પંજાબ અને વિવિધ રાજ્યના Illegal immigrantsને લઈને આવ્યું હતું.જેમાં અમેરિકા (America) થી ભારતમાં મોકલવામાં આવેલા લોકોની સંખ્યા 104 છે. આ લોકોમાં સૌથી વધુ પંજાબ, હરિયાણા અને ગુજરાતના છે. પંજાબના કુલ 30 લોકો આ યાદીમાં છે. પંજાબના અલગ-અલગ જિલ્લાઓની પોલીસ એરપોર્ટ પર પહોંચી ગઈ છે. આ સિવાય અમેરિકા (America) થી ડિપોર્ટ કરવામાં આવેલા લોકોમાં ઉત્તર પ્રદેશના લોકોનો પણ સમાવેશ થાય છે.

પંજાબના અલગ-અલગ જિલ્લાઓની પોલીસ એરપોર્ટ પર પહોંચી

પંજાબના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ગૌરવ યાદવે કહ્યું કે રાજ્ય સરકારના લોકો એરપોર્ટ પર હાજર રહેશે.પંજાબ એનઆરઆઈ બાબતોના પ્રધાન કુલદીપ સિંહ ધાલીવાલે મંગળવારે યુએસ સરકારના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપનારા આ લોકોને દેશનિકાલ કરવાને બદલે તેમને કાયમી રહેઠાણ પ્રદાન કરવું જોઈતું હતું.

આ વિમાનમાં 33 લોકો ગુજરાતના

સુરતના ડિંડોલીના શુભ વાટિકાના એની આપેલ ડિપોર્ટ કરાયેલા છે. આ ઉપરાંત સુરતના ડિંડોલીના શુભ વાટિકાના કેતુલ પટેલ, સુરતના ડિંડોલીના શુભ વાટિકાના મંત્ર પટેલ, સુરતના ડિંડોલીના શુભ વાટિકાના કિરણ પટેલ, ગાંધીનગરના ખોરજના કેતુલ દરજી, ગાંધીનગરના મોટી આદરજના પ્રેક્ષા પ્રજાપતિ, ગાંધીનગરના માણસાના બાપુપુરાના બળદેવ ચૌધરી, માણસાના ઈન્દ્રપુરાના રુચિ ચૌધરી, મહેસાણાના ખાણુસાના હિરલબેન અને જયેન્દ્રસિંહ, મહેસાણાના લાંગણજના પિન્ટુ પ્રજાપતિ, મહેસાણાના લાંગણજના એશા પટેલ, મહેસાણાના ખેરવાના શિવાની ગૌસ્વામી, મહેસાણાના વસઈ ડાભલાના નિકિતા પટેલ, કડીના રાજનગર સોસાયટીના બીના અને જયેશ રામી, મહેસાણાના હાર્દિક ગોસ્વામી અને મહેસાણાના હીમાની ગોસ્વામીની અમેરિકન સરકારે હકાલપટ્ટી કરી છે.

 

 

Scroll to Top