IND VS ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ 6 ફેબ્રુઆરી ગુરુવારે રમાશે. બંને ટીમો નાગપુરના વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. ઈંગ્લેન્ડની નજર ટી20માં મળેલી ભારે હારનો બદલો લેવા પર રહેશે, જ્યારે ભારતીય ટીમ ફરી એકવાર બ્રિટિશરોને હરાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
નાગપુરમાં પ્રથમ વનડે રમાશે
નાગપુરની પીચ સ્પિનરો માટે યોગ્ય હોય છે.આ સાથે સાથે સ્કોર પણ મોટો બને છે. આ પીચ પર 300 પ્લસ રન થતા હોય છે.આ સ્થિતિમાં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. આ મેંચમાં ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનરો સાથે ઉતરી શકે છે.જેના કારણે ઈંગ્લેન્ડ માટે ભારતના સ્પિન સામે રમવું મૂશ્કેલ થઈ શકે છે. જેના કારણે ભારતની જીતવાની સંભાવના પ્રબળ બની જાઈ છે.ઈંગ્લેન્ડની ટીમ ભલે પાંચ મેચની ટી-20 સિરીઝમાં માત્ર એક જ મેચ જીતી શકી હોય, પરંતુ વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓ ચોંકાવી શકે છે.
ઈંગ્લેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન – ફિલ સોલ્ટ, બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટોન, બ્રેડન કાર્સ, આદિલ રશીદ, ગુસ એટકિન્સન/સાકિબ મહમૂદ અને માર્ક વુડ.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.