Jayesh Radadiya: ગુજરાતમાં અગામી સમયમાં સ્થાનિક સ્વરાજ (local body election) ની અને નગરપાલિકાની યોજાવાની છે. આ ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ (congress) અને આમ આદમી પાર્ટી સહિત ત્રણેય પાર્ટીએ ફોર્મ ભરીને ચૂંટણીની તૈયારી ચાલુ કરી દિધી છે. પરંતુ આ સ્થાનિક સ્વરાજમાં ભાજપ પાર્ટી માંથી સારા સંકેત સામે નથી આવી રહ્યા. ખાસ કરીને જેતપુર (jetpur) નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના જ ઉમેદવારે સામ સામે હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જેતપુરના વોર્ડ નંબર 10 ના ઉમેદવારે મોટો ખુલાસો કર્યો છે.
ભાજપમાં આંતરિક વિવાદ
જેતપુર નગરપાલીકાના વોર્ડ નંબર 11 ના ઉમેદવાર કલ્પેશ રાંકે ખુલાસો કર્યો કે, જેતપુર ની સ્થાનિક નગરપાલીકા ની ચુંટણીમાં ઉપર થી વોર્ડ નંબર -10 અને 11 બંન્ને વોર્ડમાં એક એક ઊમેદવારનું નામ કમી આવેલ હતું.મે આખા દિવસનું મનોમંથન કર્યુ. જેની પૂરી વાત કરું તો તમને જણાવું કે બંન્ને લીસ્ટમાં એક એક નામ કેમ કમી આવેલ હતુ.મારૂ ફોર્મ 11 નંબર ના વોર્ડ માટે તૈયાર હતું. પણ 10 નંબર વોર્ડમાં પુર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા લડવાના હતા તેમને અમુક લોકો દ્રારા કયાંકને કયાંક પુરી રીતે ટાર્ગેટ કરવામા આવેલ અને તેમને ટીકીટનું મેન્ડેડનો આપવાનું હોવાની વાતની જાણ એ લાકોને હતી તે વિસ્તાર એટલે વોર્ડ નંબર 10માં એટલેએ અમુક લોકો ના માણસો દ્રારા મને કોલ કરીને કહેવામા આવ્યુ કે વોર્ડ નંબર 11 માં તારે નથી લડવું તું 10 નંબર વોર્ડમાં પક્ષ માથી ફોર્મ ભરી દે તારૂ ફાઈનલ થય જસેએ સમયે મારૂ ફોર્મ જો 11 નંબર ની જગ્યાએ 10 નંબર મા ભરી દીઘેલ હોત. 10 નંબર વોર્ડનું મેન્ડેડ આપવા સુઘીની તૈયારી હતી. પણ તે સમય મારા માટે મોટી પરીક્ષા હતી.આ સમય એવો હતો કે, પુર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા સામે નહી પણ સાથે ઊભા રહેવાનો મારો સમય હતો એમની સાથે સાથે જયેશભાઈ રાદડીયા સાથે પણ ગદ્દારી કરવા મા મારૂ લોહી માનવા તૈયારના હતુ. કેમ કે, ગદ્દારી કરવી એ મારા લોહીમા નથી એટલા માટે મે એ સમયે વિચાર્યું કે, જે થશે એ જોયુ જાસે બાકી જીવી ત્યા સુઘી નીચે જોવુના પડે એ જીવન જીવવા વાળો વ્યકતી છું.
વોર્ડ નંબર 11 ના ઉમેદવાર કલ્પેશ રાંકે ભાજપની પોલ ખોલી
વોર્ડનંબર 10ના મને અને 11ના એમના વ્યકતીને ફોર્મ ભરાવીને મેન્ડેડ આપવાના હતા. 44 સભ્યોના મેન્ડેડ જમા કરાવીને પુર્વપ્રમુખ સુરેશભાઈ સખરેલીયાને ટીકીટના આપી વિવાદ કરવાનો હતો. મીડીયામા આ ગોઠવેલ પ્લાન નાકામ બન્યો હતો પણ જે નીર્ણય આજ સુરેશભાઈ સખરેલીયા દ્રારા કરવામા આવ્યો છે એ નીર્ણય જેતપુર હીત માટેનો નીર્ણય છે. આ નિર્ણયમાં જેતપુરના તમામ નાગરીક મદદરૂપ થજો.આ પોસ્ટ બાદ જેતપુર પંથકમાં રાજકારણ ગરમાયું છે.