Kadi ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન,આ રોગથી પીડિત હતા

Gujrat: ગુજરાત ભાજપમાં ખુબ જ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મહેસાણાના કડીના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી (Karshan Solanki) નું મૃત્યું થયું છે. તેઓ છેલ્લા કેટલાઈ સમયથી બ્લડ કેન્સરથી પીડિત હતા. ગઈકાલ મોડી રાત્રે 2.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો.કરશન સોલંકીનું છેલ્લા કેટલાઈ સમયથી અમદાવાદ સિવિલમાં બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી.કરશનભાઈ સોલંકી તેમનું સાદગીભર્યુ જીવન અન્ય માટે પ્રેરણાસ્ત્રોત છે. ધારાસભ્ય બન્યા બાદ પણ એસટીમાં મુસાફરી કરતા હતા.

સમગ્ર રાજ્યના રાજકારણમાં શોકનું મોજૂ ફરી વળ્યું

ભાજપના ધારાસભ્ય કરશન સોલંકી (Karshan Solanki) ના નિધનથી સમગ્ર રાજ્યના રાજકારણમાં શોકનું મોજૂ ફરી વળ્યું છે. આ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું.તેમણે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો કે કરશનભાઈ સોલંકીના દુખદ નિધનથી વ્યથિત છું. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે.પરિવારજનોને આઘાત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે.કરશનભાઈના સેવા (Karshan Solanki) ના કાર્યોની સુગંધ સદાય પ્રસરતી રહેશે.

જન્મ 1 જાન્યુઆરી 1959માં થયો હતો

સ્વ.કરસન સોલંકી (Karshan Solanki) નો જન્મ 1 જાન્યુઆરી 1959માં થયો હતો. 4 ફેબ્રુઆરી 2025ના રોજ તેમનું મૃત્યું થયું હતું. સોલંકી ગુજરાતના કૃપાસાણા ડિલના કડીનાસી હતા. તેમણે 1972માં નગરસન શાળામાંથી ચોથો અભ્યાસ કર્યો હતો અને બાદમાં અભ્યાસ છોડીને અભ્યાસ કર્યો હતો.તેઓ રાજકારણમાં આવતા પહેલા કોન્ટ્રાકટનું કામ કરતા સાથે સાથે ખેતી પણ કામ કરતા હતા.

Scroll to Top