Gujarat News: ખ્યાતનામ લોકસાહિત્ય કલાકાર ભીખુદાન ગઢવીએ મોટી જાહેરાત કરી છે. તેમણે હવે પછી ક્યારેય લોકડાયરો નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત તેમણે આઈશ્રી પીઠડ માના એક કાર્યક્રમમાં કરી હતી.જ્યાં તેમણે પોતાનો છેલ્લો લોકડાયરો કર્યો હતો.ભીખુદાન ગઢવી (bhikhudan gadhavi) છેલ્લા ચાર દાયકાથી સતત લોકસાહિત્યની સેવા કરી રહ્યા છે. તેમણે અનેક લોકડાયરા અને કાર્યક્રમોમાં પોતાની કલાથી લોકોના દિલ જીત્યા છે. તેમના લોકડાયરા હંમેશા લોકપ્રિય રહ્યા છે અને લોકો તેમને ખૂબ પસંદ કરે છે.આ ઉપરાંત ભીખુદાન ગઢવી (bhikhudan gadhavi) ને પદ્મ શ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પદ્મ શ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા
ભીખુદાન ગઢવી (bhikhudan gadhavi) એ જણાવ્યું કે હવે તેમની ઉંમર અને તબિયત સારી નથી. તેમણે હવે પાછલી જિંદગીમાં ભગવાનના ભજન કરવાનો નિર્ણય કર્યો છે. લોકોને ખૂબ પ્રેમ મળ્યો છે, તે ક્યારેય નહીં ભૂલી શકે. હવે વયના કારણે નિવૃત થઈ રહ્યા છે.ભીખુદાન ગઢવી (bhikhudan gadhavi) ના આ નિર્ણયથી લોકસાહિત્ય પ્રેમીઓને મોટો ઝટકો લાગ્યો છે. તેઓ હવે ક્યારેય તેમના લોકડાયરાનો આનંદ માણી શકશે નહીં. ભીખુદાન ગઢવી (bhikhudan gadhavi) એ લોકસાહિત્યમાં જે યોગદાન આપ્યું છે તે હંમેશા યાદ રહેશે.
વયમર્યાદાના કરણે વે નહિ કરે ડાયરા
ભીખુદાન ગઢવી (bhikhudan gadhavi) એક ઉત્તમ લોકસાહિત્ય કલાકાર છે. તેમણે લોકસાહિત્યને લોકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના લોકડાયરામાં હંમેશા લોકકથાઓ, દુહાઓ અને ભજનોનું સુંદર મિશ્રણ જોવા મળતું હતું. તેમણે પોતાની કલાથી લોકોને આનંદિત કર્યા છે અને લોકસાહિત્યને એક નવી ઓળખ આપી છે. રાજભાએ જણાવ્યું કે ભીખુદાનભાઈએ ગુજરાતી સાહિત્યની મોટી સેવા કરી છે. ભીખુદાનભાઈએ પાંચ દસક સુધી લોકસાહિત્યની સેવા કરી છે.