Local Boday Elaction: જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મનપા ચૂંટણીમાં ભાજપને વોર્ડ નંબર 3 અને 14 માં કોંગ્રેસ (CONGRESS) ઉમેદવારએ સમર્થન આપ્યું છે. વોર્ડ 12માં કોંગ્રેસ ઉમેદવાર દિલીપ ગલએ સમર્થન આપ્યું છે. 60 માંથી 8 બેઠક ચૂંટણી પહેલા જ બિન હરીફ થઇ છે.શહેર ભાજપ પ્રમુખએ સત્તાવાર માહિતી આપી હતી. આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હતી.
જૂનાગઢ મનપામાં 8 બેઠકો બિનહરીફ
જૂનાગઢ (Junagadh) મનપાની ચૂંટણીને લઈ કોંગ્રેસ (CONGRESS) ને મોટો ઝટકો લાગ્યો છે.વોર્ડ નંબર 3 અને 14માં કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપને સમર્થન આપ્યું હતું. જૂનાગઢ (Junagadh) મનપામાં 8 બેઠકો બિનહરીફ થઈ છે.જૂનાગઢ વોર્ડ નંબર 11 ના અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાયા છે.કોંગ્રેસ (CONGRESS) ના ઉમેદવાર ધર્મેન્દ્ર મોદી ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપના વોર્ડ નંબર 11 ના ઉમેદવારોને હવે સમર્થન આપશે. ધર્મેન્દ્ર મોદીએ કહ્યું વોર્ડ નંબર 11 ભાજપની પેનલને જીતાડવા પ્રયાસ કરીશ.
વિપક્ષનો ભાજપ પર આરોપ
AAP જુનાગઢ (Junagadh) મહાનગરપાલિકા પ્રમુખ અશોકભાઈ ઘોશિયાએ જણાવ્યું હતું કે,ઉમેદવારોને ડરાવવામાં ધમકાવવામાં આવી રહ્યા છે, તે લોકશાહીનું હનન છે. અમારું માનવું છે કે ઈમાનદારીપૂર્વક ચૂંટણી લડવામાં આવે અને લોકોના જનાદેશ પ્રમાણે જે પરિણામ આવે એ જ આપણે સ્વીકારવું પડશે. ઉમેદવારોએ ફક્ત એ પોતે કયા કામ કરશે એના વિશે જ વાત કરવાની હોય પરંતુ બીજી પાર્ટીના ઉમેદવારો આ જે કરી રહ્યા છે તે કોઈપણ રીતે વ્યાજબી નથી.