Nitin Patel નું ચોકવનારૂ નિવેદન,રાજકારણમાં દલાલો વધી ગયા

Nitin Patel: કડીના ડરણ ગામે નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel)  રાજકારણમાં વધી રહેલા દલાલો વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા, દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઈ ગયા છે, એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે, ઉમિયા માતાજીના આશીર્વાદ છે.”

હવે રાજકારણમાં દલાલો વધી ગયા

નીતિન પટેલે (Nitin Patel) અનામત આંદોલન વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, 90 થી 95 ટકા બિન અનામત વાળા વર્ગના વિદ્યાર્થીઓને આવે તો પણ એડમિશન નહોતા મળતા. સરકારે નવી મેડિકલ કોલેજો શરૂ કરી, બધાને એડમિશન લેવા હોય પણ મળે નહિ, એડમિશન ના મળે, અસંતોષ થાય એટલે આ અનામત આંદોલન થયું, જેનો મૂળ ઉપાય મોદી સાહેબે કરી મેડિકલ સીટો દર વર્ષે 10000 વધશે.

વિપક્ષોએ ભાજપ સામે મોરચો માંડ્યો

આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. વિપક્ષો નીતિન પટેલ (Nitin Patel) ના આ નિવેદનને ભાજપ સરકાર પર પ્રહાર કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે. જોકે ભાજપના નેતાઓ નીતિન પટેલ (Nitin Patel) ના નિવેદનનો બચાવ કરી રહ્યા છે.કડી ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) રાજકારણમાં દલાલોની સંખ્યા વધી હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ નિવેદનને લઈને વિપક્ષોએ ભાજપ સામે મોરચો માંડ્યો છે.

હોદ્દેદારો લાભાર્થીઓ બનીને લાભ લઈ રહ્યા છે

આ મુદ્દાને લઈ ઈસુદાન ગઢવીએ કહ્યું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે (Nitin Patel) પોતાના દિલની વાત કરી છે અને એ વાત સાચી છે કે ભાજપના કેટલાક હોદ્દેદારો લાભાર્થીઓ બનીને લાભ લઈ રહ્યા છે. અમે આ વાત શરૂઆતથી જ કહી રહ્યા છીએ. જે લોકો સ્કૂટર લઈને ફરતા હતા એ લોકો આજે fortuner લઈને ફરતા થઈ ગયા. ભાજપ સત્તામાં છે એટલા માટે અધિકારીઓને ડરાવી ધમકાવીને આ લોકો પોતાના કામ કરાવી લે છે.

 

 

 

Scroll to Top