Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો હતો.હેવ આ ઘટનામાં નવો વળાકં આવ્યો છે. ભાજપના દિગ્ગજનેતા અને સહકારી ક્ષેત્રના આગેવાન દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અમરેલી લેટરકાંડની હાઈકોર્ટનાં નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા વિંનતી કરી હતી. આ મુદ્દે વીરજી ઠુમ્મરે (Veerji Thummar) દિલીપ સંઘાણીના પત્ર બાદ ભાજપ પર આક્રરા પ્રહાર કર્યા હતા.તેમણે રાજ્યના ગૃહમંત્રીની નાર્કોટેસ્ટ કરાવો તેવું કહ્યું હતું.
7 લોકોના નાર્કો ટેસ્ટ કરવામાં આવે
દિલીપ સંઘાણીના મુખ્યમંત્રીને પત્ર બાદ વીરજી ઠુમ્મર (Veerji Thummar) નું સૂચક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું રાજ્યના ગૃહમંત્રીએ અમરેલીના એસ.પીને શું સૂચના આપી તથા તેની સાથે સાથે દંડકે શું સૂચના આપી તેનો નાર્કોટેસ્ટ કરાવો જોઈએ. તેમણે અમરેલી એસ.પી. સહિતના પોલીસ અધિકારીઓ અને આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાવવાની રાજ્ય સરકાર સામે માંગ કરી હતી.આ ઉપરાંત કૌશિક વેકરીયાના પી.એ. સાથે સરઘસ વખતે પાછળ ફરનારા સમર્થકોનો પણ નાર્કોટેસ્ટ થવો જોઈએ.ભાજપના જ નેતા બહાર આવીને હાથ દેખાડીને પટ્ટા મારવા આવ્યા તેવું જણાવે છે. અહીંના સાસંદ અમરેલીની ઘટનામાં માત્ર ફાંકા ફોઝદારી કરે છે.
ઠુમ્મરના નિવેદનથી રાજકારણમાં ગરમાવો
આ ફાંકા ફોઝદારી કરતા સાંસદને લખતા નથી આવડતું અને વાંચતા પણ નથી આવડતું.જ્યારે વીરજી ઠુમ્મરે (Veerji Thummar) દિલીપભાઈની વાતને મારું સમર્થન કર્યું હતું. તેમની પણ માંગ છે કે, હાઇકોર્ટના જજને તપાસ સોંપવી જોઈએ. આ ઉપરંત તેમણે ગૃહમંત્રી, કૌશિક વેકરીયા, કિશોર કાનપરીયા સહિત જે 7 નામો આપ્યા તેમના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ. ઠુમ્મર (Veerji Thummar) ના આ નિવેદન બાદ અમરેલી સાથે સાથે સમગ્ર રાજ્યના રાજકારણમાં આવ્યો ગરમાવો આવી ગયો છે.