Porbander News: પોરબંદર જિલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે જેમાં રાણાવાવ નગરપાલિકા અને કુતિયાણા (Kutiyana) નગરપાલિકાની ચૂંટણી છે. જેમાં સૌથી મોટો જંગ કુતિયાણા (Kutiyana) માં થશે કારણ કે, અહીં ભારતીય જનતા પાર્ટી સામે સમાજવાદી પાર્ટી વચ્ચે સીધો જંગ જામશે કોંગ્રેસ જિલ્લામાં ક્યાંય દેખાતી નથી જેથી આ ચૂંટણી કુતિયાણા (Kutiyana) નગરપાલિકા માટે રસપ્રદ બની શકે, કારણ કે પક્ષ નહિ પરિવારો વચ્ચે લડશે ચૂંટણીનો જંગ.આમ તો ચૂંટણીના સમયમાં કુતિયાણાનું નામ મોખરે હોઈ છે. કારણ કે અહીં વર્તમાન ધારાસભ્ય કાંધલ જાડેજાનોં દબદબો વર્ષોથી છે. આ વખતે ચૂંટણી ધારાસભ્ય કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીમાં છે તેથી તેને ટેકેદારોને સમાજવાદી પાર્ટી માંથી કુતિયાણા (Kutiyana) નગરપાલિકા લડાવશે. જેના કારણે જંગ જામ્યો છે.
4 ટમથી એક હથ્થુ શાસન
આ કુતિયાણા (Kutiyana) નગરપાલિકામાં લગભગ 4 ટમથી એક હથ્થુ શાસન ઢેલી બેન ઓડેદરા ચલાવી રહ્યા છે. ઢેલીબેને કહ્યું આવનાર દિવસોમાં અહીંના સાંસદ એક મોટો ઉદ્યોગ લાવવાની વાત કરી રહ્યા છે. જોકે તે પણ આ વખતે કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણી લડાવવાના છે તે વાત સમજી રહ્યા છે. લોકોની ચિંતા કરતા હોવાનું જણાવે છે જોકે 23 માસથી પાલિકામાં વહીવટદારનું શાસન છે તો પણ પોતે કામ કરતા હોવાનો દાવો કરી રહ્યા છે.
સમાજવાદી પાર્ટીના ઉમેદવારે જીતની આશા વ્યકત કરી
સમાજવાદી પાર્ટીના ઉમેદવારે માલદે ભાઈ ઓડેદરાએ જણાવ્યું કે કુતિયાણા (Kutiyana) નો વિકાસ રૂંધાય ગયો છે એક હથ્થુ શાસન છે કોઇ વિકાસ થયો નથી.આ ગામની વસ્તી ઘટી રહી છે લોકશાહી મુજબ કામ થતું નથી. અમારા ધારાસભ્ય કાંધલ જાડેજા બન્યા પછી પાણી લાઈટ ના તમામ કામો કરેલ છે ઘરના પૈસા આપેલ છે અને પાણી છોડાવવા પ્રયાસો કરે છે.ઘરે ઘરે પાણી પહોંચડેલ છે અમારૂં સ્વપ્નું છે કે આ વખતે ચૂંટણી જીતીને કુતિયાણા ગામનો વિકાસ કરવાનો છે.
કુતિયાણા નગરપાલિકામાં 6 વોર્ડ આવેલા છે
કુતિયાણા (Kutiyana) નગરપાલિકામાં કુલ 6 વોર્ડ છે. જેમાં 24 સદસ્યો છે. જેમાં 12 સ્ત્રી અને 12 પુરૂષના વોર્ડ ફળવ્યા છે. આ વોર્ડમાં 16500ની વસ્તી છે. જેમાં 13000 જેટલા મતદારો છે. 2022 થી પાલિકામાં વહીવટદારનું સાસન છે. દર માસે 15 લાખનો ખર્ચ થાય છે મહેકમ ખૂબ ઓછું છે અને જે છે એ પણ કોન્ટ્રકટ પદ્ધતિ વાળા જ છે.