Gujarat News: રાજ્ય સરાકરનો મોટો નિર્ણય,આ જીલ્લામાં થશે ફ્લાઈટ ચાલુ

Gujarat News: રાજ્યના લોકોને બસ સુવિધા, ટ્રેન સુવિધાની સાથે સાથે વિમાન સુવીધા મળી રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રીએ મોટો નિર્ણય લીધો છે. રાજ્યના છેવાડાનો જિલ્લો એટલે કે કચ્છ (Kutch) ના ભૂજથી લાંબા સમયની માંગ બાદ દિલ્હી સુધીની સીધી હવાઈ સેવા ચાલુ કરવામાં આવી છે. આ ફલાઈટ એર ઈન્ડિયા દ્વારા સંચાલિત થશે. જેમાં 180 બેઠકોની સમતા ધરાવતી ફ્લાઈટ ચાલુ થઈ હતી.જ્યારે પ્રથમ દિવસે ભૂજથી દિલ્હી માટે 177 લોકોએ ટિકિટ બુક કરાવી હતી. આ ઉપરાંત દિલ્હીથી ભૂજથી 170 લોકો ફ્લાઈટની ટિકિટ બૂક કરાવી ભૂજ પહોંચ્યા હતા.

ભૂજથી દિલ્હી માટે 177 લોકોએ ટિકિટ બુક કરાવી

આ ફ્લાઈટની કચ્છના લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.હવે આ ફ્લાઈટ ચાલુ થતા કચ્છના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે 95% ફૂલ થઈ થતા એરપોર્ટ વિભાગે રાહત અનુભવી હતી.કચ્છના લોકોને દિલ્હીની કનેકિટવિટી ભૂજથી મળી રહેશે. જેના કારણે હવે લોકોને અમદાવાદ જવાની જરૂર નહીં પડે. આ ફ્લાઉટ એટલે મહત્વપૂર્ણ છે કે કચ્છ સરહદી જિલ્લો છે.તેના કારણે આર્મી એરફોર્સ બીએસએફ એજન્સીઓ આવેલી છે તેને પણ ફાયદો થશે.

પ્રથમ દિવસે 95% ફૂલ થઈ થતા એરપોર્ટ વિભાગે રાહત અનુભવી

ભુજથી દિલ્હી ફ્લાઈટ શરૂ થતા આજે દિલ્હી જઈ રહેલા પ્રવાસીઓમાં પણ ખુશી જોવા મળી હતી. પ્રવાસીઓએ જણાવ્યું કે અમને હવે ગુજરાત બહાર જવા માટે અમદાવાદ જવાની જરૂર નથી. ભુજ દિલ્હી ફલાઈટમાં કનેક્ટિવિટી મળી રહેશે અને સમયમાં પણ બચાવ થશે અને આ ફલાઈટનો સમય પણ એકદમ સારો છે એટલે મુન્દ્રા નલિયા અબડાસા માંડવીથી આવતા લોકો માટે પણ ઉપયોગી થશે.

 

 

Scroll to Top