Budget 2025 માં બિહાર થયું માલામાલ, સરાકરે કરી કરોડોની લહાણી

Budget 2025: મોદી સરકારે ફરી એકવાર બિહાર માટે તિજોરી ખોલી છે, પરંતુ આ વખતે આંધ્રપ્રદેશ માટે કોઈ ખાસ જાહેરાત કરવામાં આવી નથી. નીતિશની જેડીયુ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી બંને ભાજપ સરકારના સાથી પક્ષ છે. મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા બજેટમાં આંધ્રપ્રદેશ માટે ખાસ જાહેરાત કરવામાં આવી હતી.નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં બિહાર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે બિહાર (Bihar) માટે મખાના બોર્ડથી લઈને 120 નવી જગ્યાઓ માટે ઉડાન યોજના અને IIT પટનાના વિકાસ સુધીની બધી જાહેરાતો કરી છે.

IIT પટનાનું વિસ્તરણ થશે

બિહાર (Bihar) માં ફૂડ પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવા માટે મખાના બોર્ડ ઉપરાંત, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટની રચના કરવામાં આવશે. આ સંગઠન પૂર્વ ભારતમાં પેકેજિંગ ફૂડને પ્રોત્સાહન આપશે. આનાથી ખેડૂતોની આવક વધશે અને સાથે સાથે પૂર્વ-ઉત્તરપૂર્વ ભારતના યુવાનોને રોજગારની તકો પણ મળશે.

મોદીએ બિહારને આપી ભેટ

આ પહેલા મોદી સરકારના છેલ્લા બજેટમાં, બિહાર માટે કેટલીક જાહેરાતો કરવામાં આવી હતી. બિહારના માર્ગ પ્રોજેક્ટ્સ માટે 26 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા. નાણામંત્રીએ પટના-પૂર્ણિયા એક્સપ્રેસવે, બક્સર-ભાગલપુર એક્સપ્રેસવેની ભેટ આપી હતી. આ ઉપરાંત વૈશાલી અને બોધગયાના એક્સપ્રેસ વેની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, 21400 કરોડ રૂપિયાના બજેટ સાથે 4200 મેગાવોટનો પાવર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી.

Scroll to Top