ગુજરાતમાં અગામી સમયમાં સ્થાનિક સ્વરાજ (local body election) ની અને નગરપાલિકાની યોજાવાની છે. આ ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ (congress) અને આમ આદમી પાર્ટીએ તૈયારી ચાલુ કરી છે. જ્યારે ગુજરાતમાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body election) માં શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટી જન શક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ ચૂંટણીમાં ઉતરવાની છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body election) ચતુષ્કોણય બનવાની છે. હવે આ ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે.કુતિયાણામાં નગર પાલીકની ચૂંટણીમાં કાંધલ જાડેજાનો ભાઈ કાના જાડેજાએ ઉમેદવારી નોંધાવી છે.
2022ની ચૂંટણી બાદ કુતિયાણાના રાજકીય પરીબળો બદલાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કુતિયાણામાં રાજકારણમાં ભારે ગરમાહટ આવી ગઈ છે. કાંધલ જાડેજાની ભાજપ સામે નહિ પણ ઢેલી ઓડેદરા સામે સીધી ટક્કર જોવા મળી શકે છે.આ નગરપાલિકાનું નેતૃત્વ ઢેલી ઓડેદરા કરે છે.ત્યારે હવે કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાનો રાજકારણમાં પ્રવેશ થવા જઈ રહ્યો છે.કુતિયાણા નગરપાલિકા માં કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીને મેદાને ઉતારી છે.આ પાલીકા ઉપર કાના જાડેજા સહિત 24 ઉમેદવારોએ નોંધાવી છે. કુલ 6 વોર્ડ મા 12 મહિલા 12 પુરૂષો આજે નોંધાવી ઉમેદવારી. આ સાથે જ કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાનો રાજકારણમાં વિધિવત પ્રવેશ થયો હતો.તમને જણાવી દઈએ કે છેલ્લા એક દશકથી કુતિયાણા નગરપાલિકા પર ભાજપનો દબદબો રહેલો છે.પરંતુ 2022ની ચૂંટણી બાદ કુતિયાણાના રાજકીય પરીબળો બદલાયા છે.
18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે
રાજ્ય ચૂંટણી પંચના કમિશનર મુરલીકૃષ્ણને 66 નગરપાલિકાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી.66 નગરપાલિકાઓમાં તારીખ 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.