Gujarat વિધાનસભાના અધ્યક્ષે મહાન સ્વતંત્ર સેનાની કરી પુષ્પાંજલિ અર્પણ

Gujarat News: ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ તેમજ ગુજરાત વિધાનસભાના સચિવશ્રી સહિત વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીઓએ તેમજ એરફોર્સ સ્કૂલ-ગાંધીનગરના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને શ્રી તૈયબજીના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યાં હતા.

શંકરભાઈ ચૌધરીએ કરી મહત્વ પૂર્ણ વાત

ગુજરાત વિધાનસભા ખાતે સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજીની જન્મ જયંતી નિમિત્તે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષએ તૈયબજીનો પરિચય આપતા જણાવ્યું હતું કે,તૈયબજીનો જન્મ તા.1 લી ફેબ્રુઆરી 1854 ના રોજ વડોદરા ખાતે થયો હતો. વડોદરામાં અભ્યાસ પૂર્ણ કરીને લંડન જઇને તેઓ બેરિસ્ટર બન્યા હતા અને સયાજીરાવ ગાયકવાડ સરકારમાં ન્યાયાધીશ અને ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા.ગાંધીજીથી ખૂબ પ્રભાવિત થઈને તેઓ ભારતના સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા.તેઓ ગાંધીજીના ખૂબ જ વફાદાર વ્યક્તિ હતા. તૈયબજી દેશની સ્વતંત્રતા માટેના અનેક આંદોલનોમાં આગેવાની પણ સંભાળી હતી. દેશની આઝાદી માટે તેમણે પોતાનું બધું જ સમર્પિત કર્યું એ જ દેશ ભક્તિ આપણે સૌએ તેમની પાસેથી શીખવાની છે, તેમ અધ્યક્ષે કહ્યું હતું.

શાળાના બાળકોએ પણ પુષ્પ અર્પણ કર્યા

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય મતી રીટાબેન પટેલ તેમજ ગુજરાત વિધાનસભાના સચિવ સહિત વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીઓએ તેમજ એરફોર્સ સ્કૂલ-ગાંધીનગરના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને તૈયબજીના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યાં હતા. વિધાનસભાના અધિકારી-કર્મચારીઓ અને શાળાના બાળકોએ પણ પુષ્પ અર્પણ કર્યા હતા.

 

 

Scroll to Top