Delhi Assembly ની ચૂંટણી પહેલાં આપમાં ધબડકો, 7 ધારાસભ્યોએ આપીયારાજીનામા

delhi assembly election 2025: જેમ જેમ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટીમાં રાજીનામાનો દોર ચાલી રહ્યો છે. શુક્રવારે (31 જાન્યુઆરી) એક જ દિવસમાં પાર્ટીના સાત ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. વિધાનસભા ચૂંટણીમાં મતદાનના પાંચ દિવસ પહેલા ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત કુમાર, મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવ, કસ્તુરબાનગરના ધારાસભ્ય મદન લાલ, પાલમના ધારાસભ્ય ભાવના ગૌર અને જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિએ AAP માંથી રાજૂનામું આપી દિધી છું.

આ 7 ધારાસભ્યની ટિકીટ કાપી હતી

આ એવા ધારાસભ્યો છે જેમની ટિકિટ પાર્ટીએ આ વિધાનસભા ચૂંટણીમાં રદ કરી હતી. આ સિવાય બિજવાસનથી બીએસ જૂન અને આદર્શ નગરના પવન શર્માએ પણ રાજીનામું આપ્યું છે. પાર્ટીએ તમામની ટીકીટ કેન્સલ કરી હતી જેના કારણે તેઓ નારાજ હતા.

રાજીનામું આપેલા ધારાસભ્યનું નામ

ભાવના ગૌર, પાલમ
નરેશ યાદવ, મહેરૌલી
રાજેશ ઋષિ, જનકપુરી
મદન લાલ, કસ્તુરબા નગર
રોહિત મહેરૌલીયા, ત્રિલોકપુરી
બીએસ જૂન, બિઝવાસન
પવન શર્મા, આદર્શ નગર

 

 

 

 

Scroll to Top