Virat kohli: રણજી ટ્રોફીમાં પણ વિરાટ કોહલી (VIRAT KOHLI) નું ખરાબ ફોર્મ જોવા મળી રહ્યું છે. રેલવે સામેની મેચની પ્રથમ ઇનિંગમાં કોહલી (VIRAT KOHLI) માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. હિમાંશુ સાંગવાને ક્લીન બોલ્ડ કર્યો હતો. વિરાટ છેલ્લા 12 વર્ષમાં તેની પ્રથમ રણજી ટ્રોફી મેચ રમી રહ્યો હતો, પરંતુ ક્રિકેટના મેદાન પર તેનું ખરાબ ફોર્મ યથાવત છે. દિલ્હી અને રેલવે મેચ 30 જાન્યુઆરીએ શરૂ થઈ હતી.
વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ જારી
વિરાટ કોહલી (VIRAT KOHLI) ને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ નિરાશાનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી ટીમને આશા હતી કે કોહલી રેલવે સામે તેના ફોર્મમાં પરત ફરશે.પરંતુ તે માત્ર 15 બોલ જ રમી શક્યો હતો. જેમાં તેણે 6 રન બનાવ્યા હતા. આ પછી ઝડપી બોલર હિમાંશુ સાંગવાને તેને આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કોહલી દરેક ઇનિંગ્સમાં ઓફ-સાઇડ બોલ પર આઉટ થઈ રહ્યો હતો.
વિરાટ કોહલી 15 બોલ રમી આઉટ
દિલ્હી વિરુદ્ધ રેલવે મેચ 30 જાન્યુઆરીએ શરૂ થઈ હતી. જેને જોવા માટે પહેલા દિવસે અરુણ જેટલી સ્ટેડિયમમાં 15,000 થી વધુ લોકોની ભીડ એકઠી થઈ હતી. પ્રથમ દિવસે રેલવેની આખી ટીમ 241 રનના સ્કોર સાથે ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં દિલ્હીએ પ્રથમ દિવસની રમતના અંતે એક વિકેટના નુકસાને 41 રન બનાવ્યા હતા.પરંતુ બીજા દિવસે માત્ર 15 બોલ રમીને કોહલી આઉટ થઈ ગયો હતો.
કોણ છે હિમાંશુ સાંગવાન
વિરાટ કોહલી (VIRAT KOHLI) ને આઉટ કરનાર હિમાંશુ સાંગવાન 29 વર્ષનો છે. તે દિલ્હીની અંડર-19 ટીમ તરફથી પણ રમી ચૂક્યો છે. હાલમાં તે સ્થાનિક ક્રિકેટમાં રેલવે તરફથી રમે છે. હિમાંશુએ વર્ષ 2019માં રેલવે માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે અત્યાર સુધી 23 પ્રથમ મેચ રમી છે. જેમાં તેણે 40 ઇનિંગ્સમાં માત્ર 19.92ની એવરેજથી 77 વિકેટ લીધી છે.