mahakumbh:પ્રયાગરાજમાં રેલ્વે વિભાગે બનાવ્યો રેકોર્ડ,222 વિશેષ ટ્રેનો દોડાવી

Mahakumbh 2025: પ્રયાગરાજ રેલ્વે વિભાગે મૌની અમાવસ્યા પર 222 વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરી હતી.પ્રયાગરાજ રેલ્વે મહાકુંભ (Mahakumbh) વિશેષ ટ્રેનો તેમજ નિયમિત ટ્રેનોનું સંચાલન કરે છે. આ રીતે એક જ દિવસમાં 365 ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું હતું.

222 વિશેષ ટ્રેનો દોડાવી

પ્રયાગરાજના તમામ નવ સ્ટેશનોથી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી. આ ટ્રેનો દ્વારા કુલ 12 લાખ લોકોને પ્રયાગરાજથી મૂસાફરી કરી હતી.પ્રયાગરાજ જંક્શન (NCR) થી 104 મેળા વિશેષ ટ્રેનો, છિવકીથી 23, નૈનીથી 17, સુબેદારગંજથી 13, પ્રયાગ સ્ટેશનથી 23, ફાફામૌથી 5, રામબાગથી 9 અને ઝુસીથી 28 ટ્રેનો દોડાવવામાં આવી હતી. વધુમાં, 5 વિસ્તૃત ટ્રેનો, 5 રિંગ રેલ, 3 લાંબા અંતરની ટ્રેનો અને 69 બિન-સમયપત્રક ટ્રેનો પણ દોડાવવામાં આવી હતી.

ભીડને પ્રયાગરાજથી બહાર કાઢવા વિશેષ ટ્રેનો દોડાવી

એનસીઆરના જનરલ મેનેજર ઉપેન્દ્ર જોશીએ વોર રૂમમાંથી સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે ડિવિઝનલ રેલવે મેનેજર હિમાંશુ બદોનીએ કંટ્રોલ રૂમમાંથી સંકલન કર્યું હતું. બીજા શાહી સ્નાન દરમિયાન ભક્તોની વધતી ભીડ વચ્ચે ખુસરો બાગ હોલ્ડિંગ એરિયા પણ વહેલો ખોલી દેવામાં આવ્યો હતો. GRP અને સિવિલ પોલીસે સ્ટેશનો પર સલામત પ્રવેશ અને બહાર નીકળવાની વ્યવસ્થાની નિગરાણી કરી હતી.

એક જ દિવસે 12 લાખ લોકોને પ્રયાગરાજથી મૂસાફરી કરી હતી

મહાકુંભ (Mahakumbh) માં બીજા શાહી સ્નાન માટે 7 થી 8 કરોડ લોકો આવશે તેવો અંદાજ પહેલાથી જ હતો.રેલવેએ આ માટેની તૈયારીઓ કરી લીધી હતી. રેલવેની યોજના મુજબ મૌની અમાવસ્યા પર એટલે કે ગઈકાલે (29 જાન્યુઆરી) મુસાફરોને પ્રયાગરાજની બહાર લઈ જવા માટે માત્ર પ્રયાગરાજના સ્ટેશનોથી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી. એટલે કે અન્ય શહેરોમાંથી વિશેષ ટ્રેનો પ્રયાગરાજ આવી ન હતી. જો કે, આ યોજના સિવાય, પ્રયાગરાજ જતી અને આવતી નિયમિત ટ્રેનો તેમના સમયપત્રક મુજબ દોડતી રહી.

 

 

Scroll to Top