Gujarat Police: રાજ્યમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં રાજ્ય સરાકર સરાકરી વિભાગમાં આઉટ સોર્સિંગથી ભરતી કરી રહ્યું છે.હવે રાજ્ય સરકાર પોલીસ (Police) સ્ટેશનમાં ક્લાર્કની ભરતી પ્રક્રિયા પણ આઉટ સોર્સિંગથી ભરવાનું નક્કી કર્યું છે. પંરતુ અગત્યની માહિતીની ગોપનીયતા રહે એ માટે આઉટ સોર્સિંગના બદલે સરકારે કાયમી અધિકારીઓની નિમણુંક કરવાની માંગ યુવા નેતા યુવરાજ સિંહે કરી હતી.
પોલીસ ખાતામાં IT Expertની આઉટ સોર્સિંગથી ભરતી
રાજ્યમાં થોડા દિવસ પહેલા પોલીસ વિભાગમાં IT Expert એટલે કે પોલીસ (Police) સ્ટેશનના દરેક ડિજિટલ કાર્યો જેવા કે કમ્પ્યૂટર, કેમેરા, રેકોર્ડ, ટ્રેનિંગ વિગેરે જેવી ખૂબ જ અગત્યની અને સંવેદનશીલ બાબતો માટે રાતો રાત આઉટ સોર્સિંગથી ભરતી બહાર પાડીને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની મોટી કવાયત હાથ ધરવામાં આવી છે.ઓફિસ ક્લાર્ક જેવી અગત્યની પોસ્ટ માટે પોલીસ વિભાગમાં આઉટ સોર્સિંગથી ભરતી પ્રક્રિયા અયોગ્ય છે તો IT Expert જેવી મોટી પોસ્ટ માટે સરકાર કેમ જોખમી પગલુ લેવા માંગે છે.
યુવા નેતા યુવરાજ સિંહે ઉઠાવ્યા સવાલ
યુવરાજ સિંહે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું IT Expert પોસ્ટના કાર્યની ગંભીરતા જોતા આઉટ સોર્સથી ભરતી કરવી બિલકુલ યોગ્ય જ નથી કારણ કે અનુભવી અને ટેલેન્ટેડ લોકોને સરકાર આઉટસોર્સ થી ભરતી કરીને શું સાબિત કરવા માંગે છે ? તે તો સવાલ છે જ પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે, આ પદ પર રહીને કોઈ ડેટાનો ગેર ઉપયોગ થયો તો ? ન કરે નારાયણ ને કશી અગત્યની માહિતી લીક થઈ ગઈ તો એના માટે જવાબદાર કોણ ? પ્રજાની પ્રાઇવેટ એટલે કે, અંગત ડેટા માહિતી જોખમમાં મુકાઇ શકે છે કે ગેર ઉપયોગ પણ થઈ શકે છે. તાત્કાલિક આ નિર્ણય ઉપર ફેર વિચારણા થવી જોઈએ અને પહેલા તો આ અતિ મહત્વના પદની જવાબદારી જેને પણ કામ સોંપવામાં આવ્યું તેની જવાબદારી ફિકસ થવી જોઈએ.