IND VS ENG: રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય બેટિંગ ટીમે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ 3 t20 જીતવામાં સફળ રહી હતી. રાજકોટ મેચ જીતીને સિરીઝ 1-2 પર લાવી દીધી છે. આ મેચમાં ઈંગ્લેન્ડ તરફથી શાનદાર બોલિંગ કરી હતી. આ મેચમાં ભારતીય ટોપ ઓડર ફેલ ગયું હતુ્ં.
રાજકોટમાં ઈંગ્લેન્ડે ભારતને 26 રને હરાવ્યું
ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરી મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. ઓપનર બેન ડકેટે આ મેચમાં પોતાની ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી હતી. તેણે 28 બોલમાં 51 રન બનાવ્યા જેમાં 7 ફોર અને 2 સિક્સ સામેલ હતી. લિયામ લિવિંગસ્ટને પણ 24 બોલમાં 43 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન લિયામ લિવિંગસ્ટને 1 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.જ્યારે આદિલ રાશિદ અને માર્ક વૂડે પણ 10-10 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.
બેન ડકેટની શાનદાર ઈનિંગ
172 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની ખૂબ જ નબળી બેટિંગ જોવા મળી હતી. ઓપનર સંજુ સેમસન 6 બોલમાં માત્ર 3 રન બનાવી શક્યો હતો. અભિષેક શર્મા પણ 14 બોલમાં 24 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ વખતે પણ માત્ર 14 રન બનાવી આઉટ થઈ ગયો હતો. તિલક વર્માએ 14 બોલમાં 18 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ પણ 35 બોલમાં 40 રન બનાવ્યા બાદ વિકેટ ગુમાવી દીધી હતી. વોશિંગ્ટન સુંદરે પણ 6 રન અને અક્ષર પટેલે માત્ર 5 રન બનાવ્યા હતા. જેના કારણે ભારતીય ટીમ 26 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.