Mahakumbh: જૂનાગઢમાં આવેલા ગરીનારમાં અંબાજી મંદિર આવેલું છે. આ મંદિરના ગાદીપતિ તનસુખ ગીરીનું અવસાન થતા ગાદી વિવાદ વકર્યો હતો. આ વિવાદ ભૂતનાથના મંહત મહેશ ગીરી અને હરી ગીરી વચ્ચે ગાદીને લઈ વિવાદ સર્જાયો હતો. આ વિવાદ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો.આ વિવાદની શરૂઆત અંબાજી મંદિરના ગાદીપતિ તનસુખ ગીરી બાપુનું અવસાન થતા મહેશ ગીરી (mahesh giri) અને હરી ગીરી બાપુ વચ્ચે મૂળ વિવાદ સર્જાયો હતો. હવે આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. મહાકુંભમાં દિગ્ગ્જ સાધુઓએ મોટો નિર્ણય લીધો છે.દિગ્ગ્જ સાધુની બેઠકમાં મહેશગીરીની રાતોરાત હકાલપટ્ટી કરી દીધી છે.
મહેશગીરીની રાતોરાત કરાઈ હકાલપટ્ટી
પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં જૂના અખાડા પરિષદ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.પ્રયાગરાજના મહાકુંભમાં મળેલી દિગ્ગ્જ સાધુની બેઠકમાં મહેશગીરીની રાતોરાત હકાલપટ્ટી કરાય છે.આ હકાલપટ્ટી અખાડા પરિષદ દ્રારા કરાઈ હતી.મળતી માહિતી અનૂસાર અંગુઠાકાંડ અને દ્રોણ ગામના કાંડ બાદ સાધુ સંતોએ આ નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ મહેશગિરી (mahesh giri) નો ફોન સ્વિચ ઓફ કરી દિધો છે. આ સાથે સાથે અખાડા પરિષદ દ્રારા મહાદેવ ગિરી બાપુ, કનૈયા ગિરી બાપુ અને અમૃત ગિરી બાપુને પણ હકાલપટ્ટી કરી છે.
અંગુઠાકાંડ, દ્રોણ ગામના કાંડ બાદ સાધુ સંતોનો નિર્ણય
મહેશગીરી પર ભૂતકાળમાં અનેક પ્રકારના આક્ષેપો લગાડવામાં આવ્યા હતા.જેમાં અંબાજી મંદિરના તનસુખ ગીરી બાપુના અવસાન પહેલા હોસ્પીટલમાં અંગુઠા લેવાનો આક્ષેપ થયો હતો. જ્યારે દ્રોણ ગામમાં પણ અનેક પ્રકારના વિવાદ સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવ્યા હતા. હવે મહેશગીરી (mahesh giri) બાપુ પર પોલસ દ્રારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે તો જોવાનું રહ્યું.