IND vs ENG: રાજકોટમાં આજે ત્રીજી T20I મેંચ, આ વિસ્ફોટક બેટરની થશે એન્ટ્રી?

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી T20I શ્રેણીમાં બે મેચ રમાઈ છે. ભારતીય ટીમે (team india) આ બંને મેચ જીતીને 2-0ની લીડ મેળવી લધી છે. જો ટીમ ઈન્ડિયા (team india) 28 જાન્યુઆરીએ યોજાનારી આ મેચ જીતી જશે તો શ્રેણી પણ જીતી લેશે.આ ત્રીજી T20 મેંચ રાજકોટના નીરજંન શાહ કિક્રટ મેદાનમાં સાંજે 7 વાગે રમાશે. 3 t20ને લઈ ઇંગ્લેન્ડે તેની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે આ મેંચ jio એપ્સ અને hotstar પર ઘર બેઠા જોઈ શકશો.

શિવમ અને રમણદીપને સ્થાન મળી શકે છે

કોલકાતામાં રમાયેલી પ્રથમ T20 બાદ રિંકુ સિંહ અને નીતિશ કુમાર રેડ્ડી ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આ બે ખેલાડીઓની જગ્યાએ શિવમ દુબે અને રમનદીપ સિંહને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.પરંતુ બીજી t20માં બંન્ને માંથી એકપણ ખેલાડીને રમવાની તક મળી નથી. જ્યારે બીજી T20માં રિંકુ અને નીતીશની જગ્યાએ વોશિંગ્ટન સુંદર અને ધ્રુવ જુરેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા હતા. પરંતુ બંન્ને ખાસ પ્રદર્શન જોવા મળ્યું ન હતું.આજની મેંચમાં શિવમ દુબે અથવા રમણદીપ સિંહને તક મળી શકે છે.

2020થી ટીમ ઈન્ડિયા રાજકોટમાં નથી હારી

રાજકોટમાં ટીમ ઈન્ડિયા (team india) ની જીતના આંકડા જ ઈંગ્લેન્ડ માટે ડરામણા છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ખતરનાક પ્રદર્શન પણ ઈંગ્લેન્ડ માટે મુશ્કેલી બની શકે છે. સૂર્યકુમાર યાદવે 7 જાન્યુઆરી 2023ના રોજ રાજકોટમાં શ્રીલંકા સામે એકમાત્ર T20 મેચ રમી હતી. 752 દિવસ પહેલા રમાયેલી તે મેચમાં સૂર્યાએ એકલા હાથે શ્રીલંકાને કચડી નાખ્યું હતું અને ભારતની 91 રનની જીતનો હીરો બન્યો હતો.

બીજી T20 માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન –
અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન),શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ,રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તી હશે.

 

 

 

 

 

 

 

Scroll to Top