Virat Kohli: રણજી ટ્રોફીમાં રેલવે દિલ્હીના પડકારનો સામનો કરશે. બંને ટીમો વચ્ચેની મેચ 30 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન રમાશે. આ મેચ માટે દિલ્હીની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આયુષ બદોની દિલ્હીની કેપ્ટનશીપ કરશે. વિરાટ કોહલી (Virat Kohli) દિલ્હીની પ્લેઇંગ ઇલેવનમાં હોવાની શક્યતા છે. માનવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી (Virat Kohli) મંગળવારે દિલ્હીની ટીમમાં જોડાશે. આ રીતે વિરાટ કોહલી લગભગ 12 વર્ષ પછી સ્થાનિક ક્રિકેટમાં પાછા ફરવા માટે તૈયાર છે. દિલ્હીના કોચ સરનદીપ સિંહે પુષ્ટી આપી છે કે વિરાટ કોહલી (Virat Kohli) રમશે.
આયુષ બદોની દિલ્હીની કેપ્ટનશીપ કરશે
આ પહેલા દિલ્હી સૌરાષ્ટ્ર સામે રમી હતી પરંતુ વિરાટ કોહલી (Virat Kohli) પ્લેઇંગ ઇલેવનનો ભાગ નહોતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી (Virat Kohli) ઈજાને કારણે સૌરાષ્ટ્ર સામે રમી શક્યો ન હતો. પરંતુ આ પછી વિરાટ કોહલી (Virat Kohli) મુંબઈમાં ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગર સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ખરાબ રીતે ફ્લોપ થયો હતો
તાજેતરમાં વિરાટ કોહલી (Virat Kohli) ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ખરાબ રીતે ફ્લોપ થયો હતો. તે શ્રેણીની નવ ઇનિંગ્સમાં 23.75ની સરેરાશથી ફક્ત 190 રન બનાવ્યા. જે પછી અવાજો ઉઠવા લાગ્યા કે વિરાટ કોહલી (Virat Kohli) , રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા જેવા સિનિયર ખેલાડીઓએ ઘરેલુ ક્રિકેટ રમવું જોઈએ. કોહલી (Virat Kohli) સિવાય ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ પણ ટૂંક સમયમાં કર્ણાટક માટે રણજી ટ્રોફી રમતો જોવા મળી શકે છે.