Amreli News: અમરેલીમાં રોજને રોજ નવા વિવાદ સામે આવી રહ્યા છે.ત્યારે ગોપાલ ઈટાળિયાએ સોશ્યલ મિડીયામાં અમરેલી પોલીસ પર આક્ષેપ કર્યા હતા.તેમણે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે, અમરેલી (Amreli) ની એક મહિલાએ દારૂ વેચતા બુટલેગર વિશે અમરેલી (Amreli) એસપીને માહિતી આપતા પોલીસે દારૂ તો પકડ્યો પણ બાતમી આપનાર મહિલાની વિગત બુટલેગરને આપી દીધી હતી.
બુટલેગરોએ મહિલાને ધમકી આપી
ગોપાલ ઈટાળીયા (Gopal Italy) એ પોસ્ટ સોશ્યલ મીડિયામાં મૂકતા બધી બાજૂ માહોલ ગરમાયો હતો. તેમણે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે, અમરેલીની એક મહિલાએ દારૂ વેચતા બુટલેગર વિશે અમરેલી (Amreli) એસપીને માહિતી આપતા પોલીસે દારૂ તો પકડ્યો પણ બાતમી આપનાર મહિલાની વિગત બુટલેગરને આપી દીધી હતી. હવે ભાજપના હર્ષ સંઘવી મોટી ફાંકાબાજી કરે છે પણ હકીકતમાં પોલીસ બુટલેગર સાથે મળીને કામ કરે છે. તેમણે વધુમાં લખ્યું મહિલાની વિગત ગુંડા બુટલેગરને આપી અને મહિલાનો જીવ જોખમમાં મૂક્યો તેની વિરુદ્ધમાં ભાજપના હર્ષ સંઘવી શું કાર્યવાહી કરશે?
બુટલેગરે મહિલાને ધમકી આપી
ઈટાળીયા (Gopal Italy) ની પોસ્ટ બાદ હવે અમરેલીના બુટલેગરો આ મહિલાને ધમકી આપી રહ્યા છે. તેવી ફરિયાદ કરવા મહિલા અમરેલી એસપી ઓફિસ પહોંચ્યા હતા.સંઘવી પર આક્ષેપ કરતા કહ્યું અમરેલીમાં હજુ સરઘસકાંડમાં ન્યાય નથી મળ્યો ત્યાં બીજી મહિલા સાથે અત્યાચાર ચાલુ થયો છે. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ ખૂબ જ માહોલ ગરમાયો છે. હજૂ તો પાટીદાર યુવતીને ન્યાય નથી મળ્યો ત્યા બીજા વિવાદના બીજ અમરેલીમાં રોપાઈ ગયા છે.