Katch News: કચ્છમાં બની કરુણાંતિક ઘટના, ACમાં બ્લાસટ થતા 2 ના મોત

Katch News: કચ્છમાં કરૂણાતિંક ઘટના ઘટવાથી શોકનો માહોલ ફેલાય ગયો છે. ઘટના કંઈક એવી છે કે ઘરમાં ACનું કમ્પ્રેસર બ્લાસ્ટ થયું હતું.આ બ્લાસટમાં પિતા અને પૂત્રીનું મોત થયું છે.જ્યારે માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાને લઈ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે.હાલ તો આ ઘટનાની તપાસ કરવા માટે FSLની ટીમ ઘરે પહોંચી છે.

આ બ્લાસટમાં પિતા અને પૂત્રીનું મોત થયું

કચ્છ (Katch) માં ACના કમ્પ્રેસરમાં બ્લાસટ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર કચ્છ (Katch) જિલ્લાના મુદ્રામાં એક પરિવારના ઘરમાં ACના કમ્પ્રેસરમાં બ્લાસટ થયો હતો.આ પરીવાર મુન્દ્રાના સૂર્યાનગર સોસાયટીમાં આંધ્રપ્રદેશનો પરિવાર રહેતો હતો. જેના ઘરમાં અચાનક કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા પિતા અને પુત્રીનું ઘટના સ્થળે મોત થયું હતું.આ ઉપરાંત માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ગઈકાલે પાટણમાં 2 ના મોત

મલતી માહિતી અનુસાર અકસ્માત બે કાર અને એક ઈક્કો એકબીજા સાથે અથડાી હતી. જેના કારણે કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.મૃતકોની ઓળખ ઠાકોર રમેસજી ડુંગરભાઈ અને રબારી ભીખાભાઈ પુંજાભાઈ તરીકે થઈ હતી. આ બંન્ને મૃતકો શંખેશ્વર તાલુકાના રહેવાસી હતી. જ્યારે સમગ્ર ઘટનામાં કાર અને ઈક્કોમાં સવાર અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજાગ્રસ્ત થતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

Scroll to Top