Amreli Letter scandal: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો હતો. ત્યારબાદ દિકરીને ન્યાય મળે તે માટે SMC વડા નિર્લિપ્ત રાયને તપાસ સોપવામાં આવી હતી.આ તપાસ બાદ તારીખ 01/023/25ના રોજ અમરેલી (amreli) ના લેટર કાંડના આરોપીઓને હાઈકોર્ટે જામીન આપ્યા હતા.હવે બાકી રહેલા ત્રણેય આરોપીએ જેલમાંથી બહાર આવ્યા હતા.
લેટરકાંડના તમામ આરોપીઓ થયા જેલમુક્ત
અમરેલી (amreli) લેટરકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.લેટરકાંડના તમામ આરોપીઓને જેલમુક્ત થયા છે. આ ત્રણેય આરોપીએ જેલની બહાર આવતા ભારત માતાકી જય અને વંદે માતરમના નાદ લગાવ્યા હતા. આ ઉપરાંત સત્ય મેવ જયતે કહીને લેટર કાંડના આરોપીઓ જેલની બહાર આવ્યા હતા. આ ઓરીપીઓ બહાર આવતા મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈ મનીષ વઘાસીયાએ કહ્યું હતું કે લેટરકાંડમાં સહી અસલી અને લેટર અસલી હોવાનું જણાવ્યું હતું.આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું ભાજપનો કાર્યકર્તા અને પૂર્વ પ્રમુખ હોવાથી ષડયંત્રનો ભોગ બન્યું છું. હવે પરિવાર સાથે મળ્યા બાદ સમગ્ર લેટર કાંડ અંગે જણાવશું.
થોડા દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા હતા
અમરેલી (amreli) લેટરકાંડને લઇ સૌથી મોટ સમાચાર સામે આવી રહ્યા છે.આ લેટરકાંડના મુખ્ય સુત્રધાર મનીષ વઘાસીયાને હાઈકોર્ટે જામીન મંજુર કર્યા છે.આ સાથે સાથે અન્ય બે આરોપીના પણ જામીન મંજૂર કર્યા છે. જેમાં જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા અને જીતુ ખાત્રાને પણ જામીન મળ્યા છે.આ પહેલા સેશન કર્ટે પાયલ ગોટીને જામીન આપી દિધા છે.હાઇકોર્ટના વકીલ અભિજિત રાઠોડ અને અપૂર્વ જાનીએ લેટર કાંડના આરોપીઓને જામીન અપાવ્યા હતા.