Hatya: સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના વનાળા ગામે યુવકને રાતના સમયે પ્રેમીકાને મળવું પડ્યું ભારે.આ યુવક તેના જ ગામની યુવતીને પ્રેમ કરતો હતો. તેથી રાતના અંધારામાં પ્રમિકાના ઘરે છત પર મળતા વેળાએ યુવતીના પિતા અને ભાઈ જાગી જતા યુવક પર છરી અને ધોકાથી વાર કરી હત્યા કરી દિધી હતી.સમગ્ર ઘટનાની જાણ થતા ચૂડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતા.
પ્રેમીકાને રાત્રે મળવા જતા પ્રેમીને મળ્યુ મોત
સુરેન્દ્રનગરના DYSP વિશાલ રબારીએ જણાવ્યું હતું કે ચૂડા તાલુકાના વનાળા ગામે રહેતા હરેશ નામના યુવકને ગામની યુવતી સાથે પ્રેમ સંબધમાં હતો.આ બંન્ને પ્રેમીઓ અવાર નવાર ચોરી છુપી રીતે મળતા હતા.આ બંન્નેના કુંટુબો વચ્ચે અવાર નવાર આ બાબતે બોલાચાલી અને ઝગડો પણ થયેલો હતો. જેના કારણે યુવકને યુવતીનો પ્રેમ મેળવો ભારે પડ્યું હતું.યુવતીના પિતા અને ભાઈએ યુવકનું તીક્ષ્ણ હથીયાર વડે હત્યા કરી દેવામાં આવી હતી. વનાળા ગામે સવારમાં જીવણભાઇ સરવૈયાના ફળીયામાં હરેશ લોહીહાણ હાલતમાં પડેલ હતો. યુવકના કાકા સહિત પરીવારજનો ત્યા પહોંચી તાત્કાલિક 108 બોલાવી હરેશને તાત્કાલિક સારવાર માટે ધંધુકા હોસ્પિટલ ખસેડતા ત્યાના ફરજ પરના ડોકટરો એ તપાસ કરી હરેશ મરણ પામેલનું જણાવતા ચુડા પોલીસને જાણ કરવામા આવી હતી. ચુડા પોલીસ હોસ્પિટલમાં પહોંચી મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.
પોલીસે આરોપીને ઝડપી પાડ્યા
પોલીસને હરેશના ભાઇ હિતેશે ફરીયાદ આપતા જણાવ્યું હતું કે હરેશ અને ગામની યુવતી પૂજાને ઘણા સંમય થી પ્રેમ સંબધ હતો. ઘટનાની રાતના હરેશ પુંજાને મળવા તેના ઘરે ગયેલ ત્યારે બન્ને પ્રેમીઓને આરોપી જાગી જતા હત્યા કરી દેવામાં આવી હતી. જેમા આરોપી (1) જીવણભાઇ મયુરભાઇ સરવૈયા (2) પ્રકાશ ઉર્ફે બાવલ જીવણભાઇ સરવૈયા (3) ચિરાગ જીવણભાઇ સરવૈયાએ ભેગા મળી યુવકની હત્યા કરી હતી. જેથી પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પ્રેમી રાતના સમયે પ્રેમીકાના ઘરે મળવા જતા આરોપીએ હત્યા કરી હતી.