IND vs ENG: 3rd T20 માટે ઈંગ્લેન્ડ જાહેર કરી પ્લેઇંગ ઇલેવન, આ ધાકડ બેટરની એન્ટ્રી

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી T20I શ્રેણીમાં બે મેચ રમાઈ છે. ભારતીય ટીમે આ બંને મેચ જીતીને 2-0ની લીડ મેળવી લધી છે. જો ટીમ ઈન્ડિયા (team india)  28 જાન્યુઆરીએ યોજાનારી આ મેચ જીતી જશે તો શ્રેણી પણ જીતી લેશે.આ ત્રીજી T20 મેંચ રાજકોટના નીરજંન શાહ કિક્રટ મેદાનમાં સાંજે 7 વાગે રમાશે. 3 t20ને લઈ ઇંગ્લેન્ડે (England) તેની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે આ મેંચ jio એપ્સ અને hotstar પર ઘર બેઠા જોઈ શકશો.

પ્લેઇંગ ઇલેવનમાં બેટર અને ઓલરાઉન્ડરની ભરમાર

બેન ડકેટ અને ફિલ સોલ્ટ ત્રીજી ટી-20માં ફરી એકવાર ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. જ્યારે કેપ્ટન જોસ બટલર નંબર 3 અને હેરી બ્રુક નંબર 4 પર બેટિંગ કરતા જોવા મળી શકે છે. આ પછી લિયામ લિવિંગ્સ્ટનનો સ્પિન ઓલરાઉન્ડર તરીકે, જેમી ઓવરટોનને પેસ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે અને જેમી સ્મિથનો બેટ્સમેન તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.બોલરની વાત કરીએ તો બ્રેડન ક્રોસ, જોફ્રા આર્ચર અને માર્ક વુડ ઝડપી બોલર તરીકે અને આદિલ રાશિદ લેગ સ્પિનર ​​તરીકે રમતા જોવા મળી શકે છે.

2020થી ટીમ ઈન્ડિયા રાજકોટમાં નથી હારી

રાજકોટમાં ટીમ ઈન્ડિયા (team india) ની જીતના આંકડા જ ઈંગ્લેન્ડ (England) માટે ડરામણા છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ખતરનાક પ્રદર્શન પણ ઈંગ્લેન્ડ (England) માટે મુશ્કેલી બની શકે છે. સૂર્યકુમાર યાદવે 7 જાન્યુઆરી 2023ના રોજ રાજકોટમાં શ્રીલંકા સામે એકમાત્ર T20 મેચ રમી હતી. 752 દિવસ પહેલા રમાયેલી તે મેચમાં સૂર્યાએ એકલા હાથે શ્રીલંકાને કચડી નાખ્યું હતું અને ભારતની 91 રનની જીતનો હીરો બન્યો હતો.

બીજી T20 માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન –
અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન),ધ્રુવ જૂરેલ હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ,રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તી હશે.

 

 

 

Scroll to Top