IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટી-20 સીરીઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાવાની છે. રાજકોટ (rajkot) ભારતના તે મેદાનોમાંથી એક છે જ્યાં ટીમ ઈન્ડિયાનો રાજયોગ છે. ટીમ ઈન્ડિયા 2020 પછી રાજકોટ (rajkot) માં એક પણ T20 મેચ હારી નથી.રાજકોટ ટી20 ઈંગ્લેન્ડની દૃષ્ટિએ વધુ મહત્વની મેચ છે. જો ઈંગ્લેન્ડ આ મેંચ હારી જશે તો સિરીઝ પણ હારી જશે.આ મેંચ ચાહકો ઘરે બેઠા Jio સિનેમા એપ અથવા Hotstar પર જોઈ શકાશે.
ઈંગ્લેન્ડ માટે કરો આ મરો જેવી સ્થતિ
ઈંગ્લેન્ડે ત્રીજી T20 માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. અને તેણે એ જ ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે જેઓ બીજી T20માં રમતા જોવા મળ્યા હતા. ચેન્નાઈમાં રમાયેલી બીજી T20માં ઈંગ્લેન્ડ જીતી શક્યું નથી. અને હવે ઈંગ્લેન્ડની ટીમ રાજકોટ (rajkot) માં પ્રથમ વખત રમતી જોવા મળશે, જેના કારણે અહીં તેમની જીત અંગે સંભાવના ઓછી લાગી રહી છે.
રાજકોટમાં ભારતનો શાનદાર રેકોર્ડ
રાજકોટ (rajkot) માં ટીમ ઈન્ડિયાની જીતના આંકડા જ ઈંગ્લેન્ડ માટે ડરામણા છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ખતરનાક પ્રદર્શન પણ ઈંગ્લેન્ડ માટે મુશ્કેલી બની શકે છે. સૂર્યકુમાર યાદવે 7 જાન્યુઆરી 2023ના રોજ રાજકોટ (rajkot) માં શ્રીલંકા સામે એકમાત્ર T20 મેચ રમી હતી. 752 દિવસ પહેલા રમાયેલી તે મેચમાં સૂર્યાએ એકલા હાથે શ્રીલંકાને કચડી નાખ્યું હતું અને ભારતની 91 રનની જીતનો હીરો બન્યો હતો.
અક્ષર અને વરૂણનો કહેર
આ શ્રેણીમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનારા બોલરો વિશે વાત કરીએ તો વરુણ ચક્રવર્તી ટોચ પર છે. તે ઈંગ્લેન્ડ માટે ઘાતક સાબિત થયો છે. વરુણે 2 મેચમાં કુલ 5 વિકેટ લીધી છે. જ્યારે અક્ષર પટેલે 2 મેચમાં 4 વિકેટ લીધી છે. અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ 3-3 વિકેટ લીધી છે.