Mahakumbh 2025: ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલા મહાકુંભમાં હવે ગુજરાતીઓ પણ આરામથી જઈ શકશે. ગુજરાત સરકારના એસટી વિભાગે માટી જાહેરાત કરી છે.જેને લઈ અમદાવાદથી પ્રયાગરાજ સીધી વૉલ્વો બસ દોડાવવામાં આવશે. આ તમામ માટે ટૂર પેકેજ રાખવામાં આવ્યું છે.જેમા 8100 રૂપિયામાં ત્રણ દિવસ અને ચાર રાત્રિ રોકાણનો પ્લાનિંગ કરવામાં આવ્યો છે. આ ગુજરાત સરકારની બસ રાણીપ બસ સ્ટેશનથી ઉપડી હતી.
રાણીપથી પ્રયાગરાજ જવા વોલ્વો બસ ઊપડશે
પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભ (Mahakumbh) અંતિમ પડાવ પર છે. મહાકુંભમાં દેશ વિદેશમાંથી અને ગુજારાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભ (Mahakumbh) મેળામાં સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ત્યારે હવે ગુજરાત ટૂરિઝમ અને એસટી વિભાગ દ્વારા કુંભમેળા માટે ખાસ બસ દોડાવવાનું આયોજન કર્યું છે. આ બંને વિભાગો સાથે મળી કુંભમેળા (Mahakumbh) માટે આસ પેકેજ તૈયાર કર્યું છે.આ બસ 8100માં ત્રણ દિવસ અને ચાર રાત્રિના પ્રવાસ કરાવશે. સોમવારથી દરરોજ અમદાવાદના રાણીપથી પ્રયાગરાજ જવા વોલ્વો બસ ઊપડશે.
8100 રૂપિયામાં આસ્થાની યાત્રાનું આયોજન
8100 રૂપિયામાં આસ્થાની યાત્રાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જે લોકો આ યાત્રામાં જોડાવવા માંગે છે તેમણે ઓનલાઇન માહિતી મેળવી , ધ્યાન રાખીને ટીકીટ બુક કરવાની રહેશે, આ યાત્રામાં મુસાફરી અને રહેવાની વ્યવસ્થા હશે જેમાં જમવાની વ્યવસ્થા મુસાફરે જાતે કરવાની રહેશે. હાલ પૂરતી બસ વ્યવસ્થા અમદાવાદ પૂરતી રહેશે. રાજ્ય સરકારે ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન કર્યું છે, આ ઉપરાંત જેમ જેમ યાત્રાળુઓ વધશે તેમ વધુ બસો મુકવામાં આવશે.