Coldplay Concert Ahmedabad: આગામી તા. 25મી અને 26મી જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી કોલ્ડપ્લે મ્યુઝિક કોન્સર્ટ (Coldplay Concert ) ના આયોજનને ધ્યાનમાં રાખીને GMRCએ અમદાવાદમાં બે દિવસ માટે મધ્યરાત્રિના 12:30 કલાક સુધી મેટ્રો ટ્રેન સેવાઓને લંબાવવાનો નિર્ણય કર્યો છે.તા.25 અને 26મીના આ લંબાવેલ સમય દરમ્યાન, મેટ્રો ટ્રેન સેવાઓ માત્ર અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમથી જ APMC તથા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટ ઉપર ઉપલબ્ધ રહેશે.
અમદાવાદમાં હોટલો હાઉસફૂલ
25 અને 26 તારીખે યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટ (Coldplay Concert ) ને સાંભળવા આખા દેશમાંથી લોકો આવવાની સંભાવના રહેલી છે. આટલી મોટી સંખ્યામાં સુરક્ષા કરવા માટે અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ કોન્સર્ટમાં સ્થાનિક પોલીસ સાથે nsg કમાન્ડોની ટીમ પણ જોડાશે. જ્યારે આ કર્યક્રમ માટે કૂલ 3825 પોલીસ અધિકારી અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે.આ ઉપરાંત આખા સ્ટેડિયમમાં 270 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
અમદાવાદ બાદ આ રાજ્યમાં પણ યોજાશે
કોલ્ડ પ્લેની કોન્સર્ટ (Coldplay Concert ) માં અમદાવાદ ઉપરાંત મુંબઈ, ગોવા, હૈદરાબાદ અને દિલ્હી જેવા દેશના અલગ-અલગ શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવશે. જેથી પ્રેક્ષકોના ધસારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત કૉન્સર્ટ (Coldplay Concert ) દરમિયાન દર 8 મિનિટે મેટ્રો મળી રહે તેમ રાતના સાડા 12 કલાક સુધી ટ્રેન દોડાવવામાં આવશે.