Porbandar News: સૌરાષ્ટ્રમાં જલારામ ક્રેડિટ કોર્પોરેટના નામે ફુલેકું ફેરવનાર આરોપીની ધરપકડ

Porbandar News: પોરબંદર વાળી પ્લોટ ખાતે જલારામ ક્રેડિટ કોર્પોરેટ (Jalaram Credit Corporate) સોસાયટી ચલાવતા પરીવારના ત્રણ લોકો સામે તાજેતરમાં ફરિયાદ થયેલ જેમાં મનન દાવડાને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો. પરંતુ માસ્ટર માઈન્ડ સંજય દાવડા અને તેની પત્ની સપના દાવડાને ઝડપી લેવા પોલીસે આકાશ પાતાળ એક કર્યા હતા. જેમાં સંજય દાવડા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતો હતો. જેની પોલીસને માહિતી મળતા પોલીસે યુ.પી પોલીસની મદદથી સંજય દાવડાને ઝડપી લઈ પાંચ દિવસના રિમાન્ડ પર લીધો છે.

મુખ્ય આરોપી યુપીથી ઝડપાયો

જલારામ ક્રેડિટ કોર્પોરેટ (Jalaram Credit Corporate) માં લગભગ 650 થાપણદારોએ પોતાની મહેનતની કમાણીનું રોકાણ કરેલ અને જેમાં કુલ 7 જેટલા લોકોએ ફરિયાદ કરી હતી. જેમાં માસ્ટર માઈન્ડ સંજય દાવડા,પુત્ર મનન દાવડા અને પત્ની સપના દાવડા સામે ફરિયાદ નોંધાતા પોલોસે મનન દેવડાને અગાઉ પકડી કાર્યવાહી કરી છે. જયારે થોડા દિવસ પહેલા સંજય દાવડા અયોધ્યા હોવાની માહિતી મળી હતી.આ તપાસ કરતા સંજય દેવડા ફરાર થઈ ગયો હતો.ત્યારબાદ પ્રયાગરાજ ખાતે.સિવિલ હોસ્પિટલમાં કેન્સર બીમારીની સારવાર કરતો હતો. સ્થાનિક પોલીસની મદદથી તેના પર વોચ ગોઠવેલ અને ટીમ ત્યાં પહોંચી આજે સંજયના રિમાન્ડ મેળવી પોરબંદર લાવેલા અને ગઈકાલે પોરબંદર કોર્ટમાં રજૂ કરી વધુ 5 દિવસના રિમાન્ડ મેળવેલા હતા. તેમના તમામ બેન્ક એકાઉન્ટ પરિવારના અને જલારામ ક્રેડિટ કોર્પોરેટના એકાઉન્ટની વિગતો માંગી છે. અત્યાર સુધીમાં 650 લોકોના પૈસા સોસાયટીમાં રોકાયેલ છે. લગભગ 8 કરોડ જેવી રકમ છે આરોપી મોબાઈલ રાખતો નથી અને કેન્સર પીડિત છે.

8 કરોડ જેવી રકમ સગેવગે કર્યા

વાળી પ્લોટ શાક માર્કેટમાં શાકભાજી અને નાના ધંધાર્થીઓ પાસે મોટું રોકાણ કરાવેલ અને ઉંચા વ્યાજ આપવાની લાલચ આપી લોકોના પૈસા ડૂબવ્યા હતા. અગાઉ પોલીસે સંજય દાવડાના પુત્ર મનન દાવડાની ધરપકડ કરી હતી. જોકે ખાસ કાઈ મળેલ નહિ હવે સંજય દાવડા ઝડપાયેલ છે. જેથી લોકોમાં પણ થોડી આશા બંધાણી છે કે પોતાની મૂળ રકમ પરત મળશે. જોકે હજુ સપના દાવડા પોલીસ પકડથી દૂર છે. જ્યાં સુધી સપના દાવડા પોલીસના હાથમાં નહીં આવે ત્યાસુધી નાણાં ક્યાં ગયા અને કોને આપ્યા ? નાણાં નો શુ ઉપયોગ થયો ? આવા અનેક સવાલોના જવાબ સપના અને સંજય પાસે થી પોલીસ મેળવશે ત્યારે નાણા પરત મળશે.

 

 

Scroll to Top