mahakumbh 2025: બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી હવે પોતાનું જૂનું જીવન છોડીને મહામંડલેશ્વર બની ગઈ છે. તેણીએ ગ્લેમર અને ફિલ્મોનો માર્ગ હંમેશ માટે છોડી દીધો છે અને તેના પાછલા જીવનને પાછળ છોડીને નવો જન્મ લીધો છે. પ્રયાગરાજમાં સંગમના કિનારે યોજાઈ રહેલા મહાકુંભમાં મમતાએ સ્નાન કર્યું અને મમતા કુલકર્ણીની જૂની ઓળખ છોડીને નવા જીવનમાં પ્રવેશ કર્યો. મમતા હવે મહામંડલેશ્વર શ્રી યમાઈ મમતા નંદ ગીરી કહેવાશે.
હવે મમતા મહામંડલેશ્વર શ્રી યમાઈ મમતા નંદ ગીરી કહેવાશે
મમતા કુલકર્ણી કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી ડૉ.લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને જૂના અખાડાના મહામંડલેશ્વર સ્વામી જય અંબાનંદ ગિરીના માર્ગદર્શન હેઠળ મહામંડલેશ્વર બન્યા છે. 24મી જાન્યુઆરીની સાંજે તેમણે પિંડ દાન કર્યું હતું. મહામંડલેશ્વર બનવું એ એક મોટી જવાબદારી છે અને તેની એક મોટી પ્રક્રિયા હોય છે. આ બધાને જોતા વિધિઓ કરવામાં આવશે જેમાં પટ્ટ અભિષેક પણ સામેલ છે.
મમતા કુલકર્ણીની ફિલ્મી સફર
મમતા કુલકર્ણીએ 1991માં રીલિઝ થયેલી તમિલ ફિલ્મ નાનબરગલથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. એક વર્ષ પછી 1992માં તેણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.તેની પ્રથમ ફિલ્મ મેરે દિલ તેરે લિયે હતી. તેની વાસ્તવિક ઓળખ 1995માં રિલીઝ થયેલી ફિલ્મ કરણ અર્જુનથી મળી હતી.જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી. રાકેશ રોશનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં કાજોલ અને શાહરૂખ ખાન પણ જોવા મળ્યા હતા. મમતા આજે પણ આ ફિલ્મ માટે જાણીતી છે.