Amul Milk: 26મી જાન્યુઆરી પહેલા અમૂલે લોકોને મોટી ખુશ ખૂબરી આપી છે. અમૂલે (Amul Milk) તેના 3 મુખ્ય પ્રોડકટ્સ અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં ઘટાડો કર્યો છે. તેની સાથે સાથે નવા ચોકલેટ પ્લાન્ટની સ્થાપનાની જાહેરાત પણ કરી છે.આ પ્લાન્ટથી સ્થાનિક લોકોને રોજગારી મળશે તેવી આશા અમૂલે (Amul Milk) વ્યકત કરી છે.આ સાથે નવા ભાવ આજથી લાગુ થશે.
અમૂલ દુધના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે નવા ભાવ નીચે મુજબ છે.
અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચ – 65 રૂ
અમૂલ તાજા 1 લીટર પાઉચ -53 રૂ
અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચ – 61 રૂ
45 વિઘા જમીનમાં એક નવા ચોકલેટ પ્લાન્ટ
અમૂલ (Amul Milk) ખેડુતો અને પશુપાલકોના હિતમાં હંમેશાં કાર્યરત રહ્યું છે. ગુજરાતના તમામ ફેડરેશનમાં અમૂલ પશુપાલકોને સૌથી વધુ દૂધના ભાવ ચૂકવે છે.અમૂલ ખેડા જિલ્લાના ડભાણ ગામ નજીક 45 વિઘા જમીનમાં એક નવા ચોકલેટ પ્લાન્ટની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. જ્યારે આ નવો પ્લાન્ટ સ્થાનિક 700 લોકોને રોજગારી પૂરી પાડશે.તમને જણાવી દઈએ કે અમૂલે જૂન 2024માં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. અમૂલ ગોલ્ડ દૂધમાં લીટરે 2 રૂપિયાનો વધારો કર્યો હતો. જ્યારે અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ લીટરે 2 રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.