ICC Mens Test Team of The Year: ICCએ મેન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. આ ટીમમાં વિરાટ કોહલી અને રોહીત શર્માના ખરાબ પ્રદર્શનના કારણે તેમને ટીમમાં સ્થાન મળ્યું નથી. જ્યારે આ ટીમમાં 3 ભારતીય ખેલાડીઓને 2024ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. આ ટીમમાં જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને યશસ્વી જયસ્વાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાને ફરી એકવાર ટેસ્ટમાં વિશ્વની નંબર-1 ટીમ બનાવનાર પેટ કમિન્સને ટેસ્ટ ટીમ ઓફ ધ યરનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં 3 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું
ટેસ્ટ મેચોની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ વર્ષ 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેમણે આ વર્ષે 13 મેચમાં 71 વિકેટ ઝડપી હતી. બુમરાહે એકલા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે 32 વિકેટ ઝડપી હતી.2024માં ભારત તરફથી યશસ્વી જયસ્વાલ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 15 મેચમાં 1574 રન બનાવ્યા હતા. આ ટીમમાં સામેલ ત્રીજા ભારતીય રવિન્દ્ર જાડેજા છે, જે હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર છે. ગત વર્ષે તેણે બેટિંગમાં 527 રન બનાવ્યા ઉપરાંત બોલિંગમાં પણ 48 વિકેટ ઝડપી હતી.
પેટ કમિન્સ કેપ્ટન
પેટ કમિન્સને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો કે ટેસ્ટ રેન્કિંગમાં ઈંગ્લેન્ડ ચોથી ટીમ છે.પરંતુ 2024માં ઈંગ્લેન્ડના ખેલાડીઓએ ટેસ્ટ મેચોમાં ઘણું યોગદાન આપ્યું હતું. જો રૂટ, હેરી બ્રુક, બેન ડકેટ અને જેમી સ્મિથ ઈંગ્લેન્ડના ચાર એવા ખેલાડીઓ છે જેમને સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. આ ટીમમાં ન્યૂઝીલેન્ડના બે ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યર
યશસ્વી જયસ્વાલ, બેન ડકેટ, કેન વિલિયમસન, જો રૂટ, હેરી બ્રુક, કામિન્દુ મેન્ડિસ, જેમી સ્મિથ (વિકેટમેન), રવિન્દ્ર જાડેજા, પેટ કમિન્સ (કેપ્ટન), મેટ હેનરી, જસપ્રિત બુમરાહ.