IND vs ENG: ટીમ ઈન્ડિયાએ T20 સિરીઝની પહેલી જ મેચમાં ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે માત્ર 132 રન બનાવ્યા હતા. ભારત રન ચેઝ માત્ર 12.5 ઓવરમાં કરી લીધા હતા. ભારત તરફથી અભિષેક શર્મા (abhishek sharma)એ શાનદાર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને ટી20 શ્રેણીમાં 1-0ની લીડ અપાવી હતી.શર્માએ માત્ર 34 બોલમાં 79 રન બનાવ્યા હતા. જેમાં તેમણે 8 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકારીયા હતા.
અભિષેક શર્માની અણનમ 79 રન બનાવ્યા
અભિષેક શર્મા (abhishek sharma) પહેલા બોલરોએ તાકાત બતાવી હતી. ખાસ કરીને અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીએ અદભૂત બોલિંગ કરી હતી. અર્શદીપ સિંહે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે પણ સારી બોલિંગ કરી અને 2-2 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડ માટે માત્ર જોસ બટલરે જ સારું પ્રદર્શન કર્યું હતું. આ પ્રર્દશનના કારણે ઈંગ્લેન્ડ માત્ર 132 રન સુધી જ પહોંચી શક્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ મેચ 43 બોલ રહેતા જીતી લીધી હતી.
વરૂણ ચકર્વતી મેન ઓફ થ મેંચ બન્યો
કોલકાતાની પાટા પિચ પર અભિષેક શર્મા (abhishek sharma) એ ઈંગ્લેન્ડના બોલરો પર કહેર વર્તાવ્યો હતો. આ ખેલાડીએ જોફ્રા આર્ચરની બોલિંગ પર છગ્ગા અને ચોગ્ગા સાથે ઇનિંગની શરૂઆત કરી અને પછી માર્ક વુડ, આદિલ રાશિદ, ગસ એટકિન્સનને સામે રન ફટકારીયા હતા. અભિષેક ઉપરાંત સંજુ સેમસને પણ ઝડપી બેટિંગ કરી હતી. તેણે એક જ ઓવરમાં 22 રન બનાવીને ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. જોકે તે માત્ર 26 રન બનાવીને આઉટ થયો હતો.ત્યારબાદ તિલક વર્માએ અણનમ 19 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવીને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડ સામે 130થી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કરનારી સૌથી ઝડપી ટીમ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો જેણે 2018માં ઈંગ્લેન્ડને 14.3 ઓવરમાં હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ માત્ર 12.5 ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી.