Pushpak Express: મહારાષ્ટ્રના જલગાંવના પરાંડા રેલ્વે સ્ટેશન પર બુધવારે (22 જાન્યુઆરી) એક મોટી દુર્ઘટના બની હતી. પુષ્પક એક્સપ્રેસ (Pushpak Express) માં આગ લાગવાની અફવા બાદ ભાગદોડ મચી ગઈ હતી. આગના ડરથી મુસાફરો પુષ્પક એક્સપ્રેસ (Pushpak Express) માંથી કૂદી પડ્યા. આ પછી બીજા ટ્રેક પરથી પસાર થતી કર્ણાટક એક્સપ્રેસે મુસાફરોને કચડી નાખ્યા હતા.મળતી માહિતી અનુસાર ટ્રેન ચાલુ હતી ત્યારે લોકો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા,કારણ કે ટ્રેનમાં આગ લાગી હતી અને બેંગલુરુ એક્સપ્રેસ તેની આગળ જઈ રહી હતી.
આગની અફવાના કારણે 8ના મોત
આ અકસ્માત બુધવારે મહારાષ્ટ્રના જલગાંવના પરાંડા રેલ્વે સ્ટેશન પર થયો હતો. આમાં, પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા બાદ મુસાફરો ડરી ગયા અને ટ્રેનમાંથી કૂદી પડ્યા. આ પછી બીજા ટ્રેક પર આવી રહેલી ટ્રેને ઘણા લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયાના અહેવાલ છે જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા છે.
ટ્રેનમાં આગ લાગવાની માહિતી નથી: CPRO
દુર્ઘટના બાદ રેલવેના સીપીઆરઓએ કહ્યું છે કે દુર્ઘટના સમયે પુષ્પક એક્સપ્રેસ (Pushpak Express) ને રોકી દેવામાં આવી હતી. ટ્રેનમાં આગ લાગવાની અફવા બાદ તેને અટકાવવામાં આવી હતી. ઘણા મુસાફરો ટ્રેનમાંથી ઉતરીને બીજા ટ્રેક પર આવતી ટ્રેનનો શિકાર બન્યા હતા. આ અકસ્માતમાં કેટલાક લોકોના મોત થયા છે.જ્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પુષ્પક ટ્રેન (Pushpak Express) દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે પુષ્પક ટ્રેન (Pushpak Express) દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે.હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.તેમને યોગ્ય સારવાર આપવામાં આવે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.