સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઠબંધનને લઈ ઇસુદાન ગઢવીનું સૌથી મોટું નિવેદન

local body election: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકા અને સામાન્ય ચૂંટણીની રાહ જોવાતી હતી.ત્યારે ગઈકાલે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર મુરલીકૃષ્ણને 66 નગરપાલિકાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી.66 નગરપાલિકાઓમાં તારીખ 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. કોંગ્રેસ (congress)  ના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી (isudan gadhvi) એ ગઠબંધનને લઈ મોટું નિવેદન આપ્યું છે.

18 ફેબ્રુઆરીએ મતગણતરી

આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી (isudan gadhvi)  એ કહ્યું તમામ નગરપાલિકાઓમાં મજબૂતાઈથી ચૂંટણી લડશું. લોકોની સમસ્યાઓ અને સ્થાનિક મુદ્દાઓને લઈને ઉમેદવાર ઊભા રાખશું. નગરરાજ અનુસાર જે સોસાયટી નક્કી કરે તે અનુસાર કોર્પોરેટર પોતાનું ફંડ વાપરશે. ઇન્ડિયા ગઠબંધન પર તેમણે કહ્યું હજુ સુધી નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ (congress) સાથે ગઠબંધન કરવું કે નહીં તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી. જો કોંગ્રેસ પાર્ટી માનતી હોય કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ (congress) સાથે મળીને ભાજપને હરાવી શકે છે. તેના ધ્યાનમાં રાખીને ગઠબંધન બનાવવાનો કોઈ પ્રસ્તાવ કોંગ્રેસ (congress) રજૂ કરશે તો આમ આદમી પાર્ટી તેના પર જરૂર વિચાર કરશે.

કોંગ્રેસ ગઠબંધન બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરશે તો વિચાર કરશે

ભાજપે ઓબીસી કમિશનની રચના ન કરીને અનામતને લઈને સર્વે ન કરાવીને છેલ્લા બે વર્ષ સુધી નગરપાલિકાઓમાં વહીવટી શાસન આપ્યું. બે વર્ષ સુધી નગરપાલિકાઓની ચૂંટણી રોકીને ભાજપે લોકતંત્રની હત્યા કરી. બે વર્ષ સુધી નગરપાલિકાઓમાં વહીવટી શાસન આપીને ભાજપે ભ્રષ્ટાચારને ચરમસીમાએ પહોંચાડી દીધું. નગરપાલિકાઓ પાસે લાઈટ બિલ ભરવાના પણ પૈસા ન બચે તેવી હાલત કરી દીધી. નગરપાલિકાઓમાં ભ્રષ્ટાચારને ચરમસીમાએ પહોંચાડનાર ભાજપને ગુજરાતના લોકો જવાબ આપશે.

તમામ નગર પાલિકાઓમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે – લલીત વસોયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેરાત થતા જ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લિલત વસોયા આક્રરા પણીએ જોવા મળ્યા હતા. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યુ આવનારી સ્થાનિસ સ્વરાજની ચૂંટણી એકલા હાથ લડશું.રાજ્યની કોઈપણ પાર્ટી સાથે ગંઠબંધન કરવામાં નહીં આવે.તેમને વધુમાં કહ્યું તમામ નગર પાલિકાઓમાં કોંગ્રેસ (congress)  નો પંજો ખીલશે તેવી આશા પણ વ્યકત કરી હતી.તમને જણાવી દઈએ કે 2024ની લોકોસભાની ચૂંટણીંમાં આપ અને કોંગ્રેસ ગઠબંધનમાં ચૂંટણી લડ્યું હતું

 

Scroll to Top