Bjp Gujrat: રાજ્યમાં ફરી ભાજપમાં ભડકો, આ ધારાસભ્યએ લગાવ્યા આક્ષેપ

Bjp Gujrat: રાજ્યમાં ફરી એક વખત ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ મોટો ધડાકો કર્યો છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી (arvind ladani) એ ગુજ કો મારસલ દ્વારા મગફળીની ખરીદીમાં નબળી મગફળીની ખરીદી થી લઈ અન્ય મોટા કૌભાંડ અને ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.આ મુદ્દે ધારાસભ્ય અરવિંદ લાડાણી (arvind ladani) એ ગુજ કો માર્સલના અધિકારીને ફોન કર્યા હતો. આ ફોનમાં અધિકારીએ જવાબ આપ્યો હતો કે રાઘવજી પટેલ કે ધારાસભ્ય ફોન કરે તોય અમે અમારી મરજી પ્રમાણે જ કરીશું એવો આક્ષેપ બીજેપીના ધારાસભ્ય અરવિંદ લાડાણી (arvind ladani) એ કર્યો હતો. આ ઘટના બાદ દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, અરવિંદ લાડાણી (arvind ladani) પર માનહાનીનો દાવો કરશું

મગફળી ખરીદીમાં ગેરરીતિ થતી હોવાનો લગાવ્યો આક્ષેપ

ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી (arvind ladani) એ થોડા દિવસ પહેલા ગુજ કો માર્સલના અધિકારીઓ પર મગફળીમાં ગેરરીતિની આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું ગુજ કો માર્સલ દ્વારા મગફળીની ખરીદીમાં નબળી મગફળીની ખરીદી થી લઈ અન્ય મોટા કૌભાંડ અને ગેરરીતિ થઈ હતી. ખેડૂતોની સુવિધા માટે બે ખરીદ કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા. જેમા બીજા નંબરના કેન્દ્ર પર ખેડૂતો સાથે તોછડું વર્તન કરતા હતા.બારદાનનો જથ્થો હોવા છતાં ખેડૂતોને આપવામાં આવતો નથી. તેમણે બે નંબરની મંડળી ડિરેક્ટરના સગા વ્હલાની હોવાની આશંકા દર્શાવી હતી. આ ઉપરાંત તેમણે સુતાર સાહેબ, નરેન્દ્ર પરમાર અને ભરત બારડ પર ગેરરીતિના કરવાના આક્ષેપ લગાવ્યા હતા.

સસ્તી પ્રસિદ્ધિ માટે દેખાવો

આ સમગ્ર ઘટનાને લઈ જૂનાગઢ કોંગ્રેસ જીલ્લા પ્રમુખ ભરત અમીપરાએ નિવેદન આપ્યું હતું કે, માણાવદરના MLA અરવિંદ લાડાણી (arvind ladani) સસ્તી પ્રસિદ્ધિ માટે ફક્ત દેખાવો કરી રહ્યા છે.મોટા ભાગની ખરીદી મંડળી ભાજપ પ્રેરિત લોકોની છે.તેના કારણે ખેડુતોને નુકસાન થાય છે. વધુમાં તેમણે કહ્યું આગામી ચૂંટણીમાં તેનો જવાબ ભાજપને મળશે.હવે આ આખી ઘટનાને લઈ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે.

 

Scroll to Top