Gujarat News: રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય

Gujarat News: ગુજરાતને દેશનું સૌથી વધુ વિકસીત રાજ્ય બનાવવા માટે સરકારે મહત્વનું પગલું ભરીયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) રાજ્યના રોડ રસ્તા પહોળા કરવા અને સુવિધાઓને વધારવા માટે વિવિધ કેટગરીમાં કરોડો રૂપિયાન ગ્રાન્ટની ફાળવણી કરી છે. રોડ રસ્તા મોટા કરવા માટે 400 કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે.મુખ્યમંત્રી (Chief Minister) ના આ નિર્ણય બાદ વિવિધ જીલ્લામાં ખરાબ રસ્તાનું પણ સમારકામ થશે.

ગુજરાત બનશે સુવિધાયુક્ત અને સલામત

રાજ્યના રોડ રસ્તા ઉત્તમ બને તે માટે રૉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તરોત્તર મુજબૂત બનાવીને લોકોને અને ઉદ્યોગ વ્યાપરને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશને વધુ વેગ આપવાનો ઉદ્દેશ રહેલો છે. આ સંદર્ભમાં રાજ્યમાં ચારલેન માર્ગોની સરખામણીમાં પૂલો અને સ્ટ્રકચર્સ સાંકડા છે તેને પહોળા કરવાના 11 કામો માટે 467.50 કરોડો રૂપિયા ફાળવાની મંજૂરી આપી છે. નાગરિકોને વાહનવ્યવહાર માટે સરળ અને સલામત માર્ગો મળે તથા પરિવહન ઝડપી બનાવી શકાય છે.

ભૂપેન્દ્ર પટેલ સરકારે ફાળવ્યા 467.50 કરોડ

રાજ્ય સરકારે નાના પૂલો સ્ટ્રક્ચર્સને પહોળા કરવા 20 રસ્તાઓના કામો માટે 245.30 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે. હવે વધુ 11 માર્ગોને પહોળા કરવા 467.50 કરોડ રૂપિયા તેમણે માર્ગ-મકાન વિભાગને ફાળવ્યા છે. આ સાથે 11 સ્થળોએ બૉટલનેક પરિસ્થિતિનું નિવારણ આવશે. વધુ સુવિધાયુક્ત સલામત રસ્તા લોકોને મળશે. મુંખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) આ ઉપરાંત અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ઔદ્યોગિક વિસ્તારમાં જોડતા 29 રસ્તાના મજબૂતીકરણ અને કાચા માર્ગોથી પાકા માર્ગો બનાવવા 189.90 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

 

Scroll to Top