Amreli News: અમરેલીમાં લેટરકાંડની વચ્ચે નવો વિવાદ ચાલુ થયો છે. આ વિવાદ ભાજપના ધારાસભ્ય કૌશીક વેકરીયા સામે નહીં પરંતુ છેલ્લી બે ટર્મથી સાંસદ રહેલા નારણ કાછડીયા સામે નવું આંદોલન ચાલું થયું છે. આ આંદોલન સામાજિક કાર્યકર્તા નાથાલાલ સુખડીયાએ ચાલુ કર્યું છે. તેમણે માંગણી કરી હતી કે અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે ભષ્ટ્રાચાર, ખનન મામલે કલેકટરને લેખિત ફરિયાદ કરીને 7 દિવસમાં પગલાં ભરવાની માંગણી કરી હતી.
સામાજિક કાર્યકર્તાએ અર્ધ નગ્ન અવસ્થામાં આંદોલન કર્યું
અમરેલીના સામાજિક કાર્યકર નાથાલાલ સુખડીયાએ અર્ધ નગ્ન અવસ્થામાં કલેકટર કચેરીએ પહોચ્યા હતા. ત્યા તેમણે માંગ કરી હતી કે, અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે ભષ્ટ્રાચાર, ખનન મામલે કલેકટરને લેખિત ફરિયાદ કરીને 7 દિવસમાં પગલાં ભરે. આ આંદોલનમાં તેમની સાથે ઓળીયા ગામના સરપંચ સહિત વિવિધ ગામના ખેડુતો તથા સ્થાનિક લોકો જોડાયા હતા. આ આંદોલનમાં તમામ લોકોએ નારાઓ પોકારી ન્યાયની માંગ કરી હતી. ત્યારે નાથાલાલ સુખડીયાએ દાવો કર્યો હતો કે અમરેલી નકલી લેટર કાંડના મૂળિયાંમાં પૂર્વ સાંસદ કાછડીયાનો હાથ રહેલો છે.
પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે શરૂ થયું નવતર ઉપવાસ આંદોલન
અમરેલીમાં લેટર કાંડ બાદ ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે નવતર ઉપવાસ આંદોલન થતા સમગ્ર અમરેલી પથકમાં રાજકારણ ગરમાયું છે.અત્યારસુધી ભષ્ટ્રાચારના આરોપ કૌશીક વેકરીયા સામે થતા હતા. પંરતુ હવે જીલ્લાના વિવિધ સામજીક આગેવાન વધુ એક ભાજપના પૂર્વ સાસંદ સામે મારચો ખોલીયો છે. જીલ્લામાં હાલ તો લેટરકાંડને લઈ કોંગ્રેસ આંદોલન કરી રહી છે. ત્યારે આજે ફરી નવું આંદોલન ચાલુ થતા રાજકિય વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.