Surat માં શિક્ષણ જગતની કલંકિત ઘટના,ફી ન ભરતા બાથરૂમ પાસે ઉભી રાખી કંટાળી કરી આત્મહત્યા

સુરતથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગોડાદરા વિસ્તારમાં 8 વર્ષની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.આ ઘટના બાદ સુરતમાં જ નહીં પરંતુ આખા ગુજરાતમાં પડઘા પડ્યા હતા. આ વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી.આ વિદ્યાર્થિની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી. આ ઉપરાંત આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનું પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા હતા. બાળકીના માતા-પિતા કામઅર્થે બહાર હતા, તે સમયે ગળફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

ગળફાંસો ખાઈ આત્મહત્યા કરી

સમગ્ર ઘટનાને લઈ મૃતક વિદ્યાર્થિનીના પિતાએ કહ્યું હતું કે, ઉત્તરાયણ પહેલા મારી દીકરીની પરીક્ષા હતી તો સ્કૂલે પરીક્ષામાં ન બેચવા દીધી. જ્યારે બાળકી ક્લાસની બહાર ઊભી રાખવામાં આવી હતી. ઘરે આવીને રડવા લાગી હતી. તેના પિતાએ આવતા મહિને ફિ ભરવાની વાત કરી હતી. ત્યારબાદ દીકરી સ્કૂલ જવાની ના પાડતી હતી અને બાદમાં તેમે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે.

બાથરૂમ પાસે ઉભી રાખી અને દીકરીએ દઈ દીધો જીવ

હાલ તો આ ઘટનાના પડ્ઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે.હિરા ઉધોગમાં મંદીના કારણે આ પ્રકારની સમસ્યાનો સામનો અનેક પરીવાર કરી રહ્યા છે. તેની અસર બાળકોના ભણતર પડતી હોય છે.બાળકોના ભણતર પર અસર ન પડે તે માટે શિક્ષણ મંત્રીએ ખાસ પગલા ભરવા પડશે. જ્યારે આદર્શ પબ્લિક સ્કૂલ જેવી સ્કૂલ પર સખત કાર્યવાહી પણ થવી જોઈએ.

 

Scroll to Top