Mahisagar News: મહિસાગર તંત્રની મોટી કાર્યવાહી, આ મસ્જિદ પરથી લાઉટ સ્પીકર હટાવવામાં આવ્યા

Mahisagar News: રાજ્યમાં એકતા લાવવા માટે મહિસાગર જીલ્લામાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના લુણાવાડા (Lunawada) માંથી વિવિધ મસ્જિદ પરથી લાઉટ સ્પીકર હટાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ લુણાવાડા (Lunawada) માં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં લાઉડ સ્પીકરના ઉંચા અવાજની નજીકની હોસ્પિટલ અને સ્કૃલોમાં ખલેલ પહોંચતી હોવાથી આ એક્શન કરવામાં આવી હતી. રાજ્યમાં આ પ્રકારની પહેલથી હિન્દુ અને મુસ્લીમમાં એકતા વધે તેવી સંભાવના રહેલી છે.તથા આ મસ્જિદની આસપાસ આવેલી હોસ્પિટલ અને શાળાના બાળકોને મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ લુણાવાડામાં કાર્યવાહી કરવામાં આવી

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લાઉડ સ્પીકરનો વિવાદ વકર્યો હતો.જેના પર કાર્યવાહી કરતા મહિસાગરના લુણાવાડા (Lunawada) માં લાઉડ સ્પીકરના કારણે અનેક વખત આ વિસ્તારમાં વિવાદ થયો હતો. આ વિવાદ વકર્તા તંત્ર એક્શન લેતા મસ્જિદ પરથી લાઉડ સ્પીકર હટાવી લીધા હતા. મળતી માહિતી પ્રમાણે મહિસાગરના લુણાવાડા (Lunawada) માં આવેલી મેહરુન્નિશા મસ્જિદ પર છેલ્લા કેટલાક સમયથી એકથી વધુ લાઉડ સ્પીકર હતા જેના કારણે અનેક પ્રકારનો અવરોધ ઉભો થતો હતો.

જેના કારણે અનેક પ્રકારનો અવરોધ ઉભો થતો હતો

લુણાવાડ (Lunawada) માં આવેલી મેહરુન્નિશા મસ્જિદની આસપાસ શાળા, હૉસ્પિટલ અને રહેણાંક વિસ્તારો આવેલા હોવાથી પાંચ ટાઈમ નમાઝ દરમિયાન દર્દીઓ, વિદ્યાર્થીઓ અને રહીશોને અવરોધ ઉભો થતો હતો. આ બાબતને ધ્યાનમાં લઇને તંત્ર દ્વારા મસ્જિદ પરથી લાઉડ સ્પીકર હટાવવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર કાર્યવાહી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કરી છે.

Scroll to Top