Gujarat Republic Day 2025: ગુજરાત સરકાર પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે આ વર્ષે 26માં જાન્યુઆરીનો કાર્યક્રમ તાપી જીલ્લામાં રાખવામાં આવ્યો છે. ત્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરશે. આ ઉપારંત તાપીમાં મુખ્યમંત્રી સાથે રાજ્યના વિવિધ મંત્રીએ પણ સીએમ સાથે ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપશે. તાપીના આ મેદાનમાં પોલીસ પરેડ સાથે સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ધ્વજવંદન કાર્યક્રમાં હાજર રહેશે.
26માં જાન્યુઆરીનો કાર્યક્રમ તાપી જીલ્લામાં રાખવામાં આવ્યો
26 જાન્યુઆરીએ રાજ્યના વિવિધ મંત્રીએ વિવિધ જીલ્લામાં ધ્વજવંદન કરશે.જેમાં ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાબરકાંઠા જીલ્લામાં હાજર રહેશે.નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડમાં,આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બનાસકાંઠા,કૃષિ મંત્રી રાઘવજી પટેલ રાજકોટ,ઉદ્યોગ મંત્રી બળવંત સિંહ રાજપૂત મહેસાણા,અન્ન નાગરિક પૂરવઠા મંત્રી કુંવરજી ભાઈ બાવળિયા બોટાદ,પ્રવાસન મંત્રી મુળુ ભાઈ બેરા જામનગર,શિક્ષણ મંત્રી ડૉ. કુબેર દિડોર ભાવનગર,મહિલા અને બાળ આયોગ મંત્રી ભાનુબેન બાબરિયા અમદાવાદ,ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર,શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયા સુરત,મંત્રી જગદીશ વિશ્વકર્મા ખેડા,મંત્રી પુરુષોત્તમ સોલંકી સુરેન્દ્રનગર,મંત્રી બચુભાઇ ખાબડ દાહોદ,મંત્રી મુકેશ પટેલ નવસારી,મંત્રી ભીખુ સિંહ પરમાર છોટા ઉદેપુર,મંત્રી કુંવરજી હળપતિ ભરૂચમાં ધ્વજવંદન કરશે.
દિલ્લીમાં 26 જાન્યુઆરીની વિશેષ તૈયારી
કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસને અવગણીને, દેશના 76મા પ્રજાસત્તાક દિવસની પરેડની તૈયારીઓ દિલ્હીના ફરજ માર્ગ પર પૂરજોશમાં ચાલી રહી છે. વિવિધ રાજ્યોના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમોની તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે. આ વર્ષની પરેડ એક વિશેષ અને ઐતિહાસિક ઘટનાની સાક્ષી બનશે. પરેડમાં “નમો નમઃ” નામનું એક ખાસ ગીત રજૂ કરવામાં આવશે, જેમાં દેશના 38 રાજ્યોના 5,000થી વધુ કલાકારો એકસાથે ભાગ લેશે.