Donald Trump: આજે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ, આ રેકોર્ડ તુટશે

Donald Trump: હાલ સમગ્ર વિશ્વની નજર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની શપથ વીધી પર છે. અમેરીકાના ઈતિહાસમાં જે નથી થયું તે ટ્રમ્પના શપથ ગ્રહણ બાદ થવાનું છે. શપથ ગ્રહણ પહેલા ટ્રમ્પના સમર્થકો રાજધાની વોશિંગ્ટન ડીસી પહોંચી ગયા છે. સમર્થકો રસ્તા પર ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમેરિકાના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ ટ્રમ્પને શપથ લેવડાવશે.શપથ ગ્રહણ સમારોહ સોમવારે રાત્રે ભારતીય સમય અનુસાર રાત્રે 10.30 કલાકે યોજાશે.

ફ્લાઈટને સ્પેશિયલ એર મિશન-47 નામ આપવામાં આવ્યું

ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) તેના પરીવાર સાથે વિશેષ વિમાનથી વોશિંગ્ટન પહોંચી ગયા છે. જ્યારે આ ફ્લાઈટને સ્પેશિયલ એર મિશન-47 નામ આપવામાં આવ્યું હતું. આ ફ્લાઈટને મિશન-47 એટલે નામ આપવામાં આવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે. આ શપથ ગ્રહણને લઈને વિપક્ષ નારાજ છે. વિપક્ષ નારજ એટલા માટે છે કે શપથ ગ્રહણ સંસદની અંદર થઈ રહ્યું છે. જ્યારે શપથ ગ્રહણમાં હાજરી આપવા માટે તેમના સમર્થકો ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરીકાના બીજા વખત રાષ્ટ્રપતિ બનશે

ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અમેરિકન રાજનીતિમાં ચાર વર્ષ પછી ફરી વ્હાઇટ હાઉસમાં પાછા ફરશે. ટ્રમ્પ ફરીથી અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના રેકોર્ડની બરાબરી કરશે. ગ્રોવર ક્લેવલેન્ડ પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ હતા જેમણે બીજી વખત વ્હાઇટ હાઉસમાં પાછા ફરવાની તક મળી હતી. ગ્રોવર ક્લેવલેન્ડ 1885 થી 1889 અને 1893-1897 દરમિયાન બે વખત અમેરિકાના પ્રમુખ હતા. તેમના પછી ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) બીજા એવા નેતા છે જે 4 વર્ષના અંતરાલ બાદ સત્તામાં પાછા ફર્યા છે.

શપથ ગ્રહણમાં અનેક પરંપરા તુટી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ સિવાય ટ્રમ્પ (Donald Trump)ના સલાહકાર એલોન મસ્ક, એમેઝોનના એક્ઝિક્યુટિવ ચેરમેન જેફ બેઝોસ અને મેટા પ્લેટફોર્મના સીઈઓ માર્ક ઝકરબર્ગ પણ આ ઈવેન્ટમાં હાજરી આપશે.ડોનાલ્ડ ટ્રમ્પની બીજી શપથ ગ્રહણ ઘણી પરંપરાઓને તોડીને નવા રેકોર્ડ બનાવવા જઈ રહી છે.

 

 

Scroll to Top