Dilip Sanghani: અમરેલી વિવાદની વચ્ચે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું સૂચક નિવેદન સામે આવ્યું છ્.દિલીપ સંઘાણી (Dilip Sanghani) એ સ્વરક્ષણ માટે હથિયાર માંગ કરી હતી. સંધાણી (Dilip Sanghani) આ હથિયારની માંગ કરતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. સંઘાણીની આ માંગથી સમગ્ર રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. શું ગુજરાતના લોકોને ખરેખર સ્વરક્ષણ માટે હથીયારની જરૂર છે?
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી (Dilip Sanghani) ના બેબાક બોલ
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી (Dilip Sanghani) એ મીડિયાને કહ્યું હતું કે, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર બૃહદ વિસ્તારમાં વન્યપ્રાણીઓ સામે સ્વરક્ષણ માટે હથિયાર ફાળવવાની માંગ કરી હતી.તેમને વધુમાં કહ્યું 1972માં ઇન્દિરા ગાંધી સાસણ મુલાકાત બાદ જંગલો માંથી પશુપાલકોને હાંકી કઢાયા હતા. તેના કારણે અનેક લોકોને મુશ્કેલી થઈ હતી. આ સાથે સાથે તેમણે વન્ય સંપદા સમાન વૃક્ષોનું નિકંદન નીકળ્યું તેની પણ તપાસ થવી જોઈએ તેવી માંગ કરી હતી. કાયદામાં જોગવાઈ છે કે, સ્વરક્ષણ માટે હત્યા પણ કરી શકાય છે. તો હિંસક વન્યપ્રાણીઓ હુમલો કરે તો તેની પણ હત્યા કરી શકાય છે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું રેવન્યુ વિસ્તારોમાં ખેડૂતો, મજૂરો, નાના મોટા ઉદ્યોગકારોને સ્વરક્ષણ માટે હથિયાર આપવા જોઈએ. આ પ્રકારની વિવિધ માંગ તેમણે સરકાર સામે કરી હતી.
દિલીપ સંઘાણીએ સ્વરક્ષણ માટે કરી હથિયારની માંગ
સંઘાણી (Dilip Sanghani) ના આ નિવેદન બાદ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર બૃહદ વિસ્તારમાં રહેતા લોકો હથિયાર અંગે વિચારણા કરવા લાગ્યા છે. રાજ્યમાં આ પ્રકારની માંગ કોઈ મોટા નેતા કરે તો તેની અસર આખા રાજ્યમાં પડતી હોય છે. દિલીપ સંઘાણીની આ માંગના પડધા રાજ્યમાં કેટલી હદે પડે તે તો જોવાનું રહ્યું. પરંતુ આ નિવેદન બાદ રાજ્યમાં રાજકિય ભૂંકપ આવ્યો છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં આ પહેલા મોરબીના પાટીદાર આગેવાન મનોજ પન્નારાએ પણ સ્વરક્ષણ માટે હથિયારની માંગ કરી હતી.