Kolkata Doctor Rape: કોલકતાની નિર્ભયાને 161 દિવસ પછી મળ્યો ન્યાય, આ કલમો હેઠળ થઈ કાર્યવાહી

Kolkata Doctor Rape: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પરની મહિલા ડૉક્ટર (Doctor ) પર બળાત્કાર અને હત્યાના કેસમાં સિયાલદહ કોર્ટે સંજય રોયને દોષિત ઠેરવ્યો હતો. આ દરમિયાન પીડિતાના માતા-પિતા પણ કોર્ટ પરિસરમાં હાજર હતા. સંજય રોયને સોમવારે (20 જાન્યુઆરી 2025) સજા સંભળાવવામાં આવશે.કોલકાતામાં જુનિયર ડોકટરો (Doctor ) એ પીડિતાને ન્યાય અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થાની માંગણી સાથે લાંબો વિરોધ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં આરોગ્ય સેવાઓ પણ બે મહિનાથી વધુ સમય સુધી ઠપ રહી હતી.

કલમ 64,66, 103/1 લગાવવામાં આવી

કોર્ટે કહ્યું કે આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 64,66, 103/1 લગાવવામાં આવી છે.આરોપી વિરુદ્ધ ફરિયાદ છે કે તે આરજીના બહાને મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર રૂમમાં ગયો હતો અને ત્યાં આરામ કરી રહેલી મહિલા ડૉક્ટર (Doctor ) પર બળાત્કાર અને હુમલો કર્યો હતો. ડૉક્ટર (Doctor ) ની હત્યા અને બળાત્કાર કેસના આરોપી સંજય રોય સામેના કેસની સુનાવણી 9 જાન્યુઆરીએ પૂરી થઈ હતી.આ સુનવણી દરમિયાન 50 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી.

50 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, ગુનેગારે પહેલા પીડિતા પર બળાત્કાર કર્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. મૃત્યુની પુષ્ટિ કરવા માટે આરોપીએ તેનું બે વાર ગળું પણ દબાવી દીધું હતું. આરજી કાર મેડિકલ કોલેજ દ્વારા શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે તે આત્મહત્યા છે. પંરતુ સમગ્ર મામલે તપાસ થતા દુધનું દૂધ અને પાણીનું પાણી થયું હતું. સમગ્ર ઘટનાનું સત્ય બહાર આવતા દેશને ચોંકાવી દીધું હતું.

Scroll to Top