Payal Goti: સાવરકુંડલા લિલીયાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ન્યાય અપાવા પત્ર લખી માંગ કરી હતી.તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે ગુજરાત સરકારમાં ગુજરાતી કહેવત મુજબ “એક ને ગોળ અને એક ને ખોળ’ જેવી પરીસ્થિતનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની મહિલાઓ-બહેન-દીકરીઓને ન્યાય શા માટે નહીં. જ્યારે દીકરીના રાત્રીના સમયે વરઘોડા નીકળી શકે છે, ગુજરાતની દીકરીને અન્યાય પણ ન્યાયની કોઈ અપેક્ષા રહી નથી.
સરઘસકાંડના પડઘા દિલ્હી દરબારમાં
ગુજરાતની વર્તમાન સ્થિતીને ધ્યાને રાખી પ્રતાપ દુધાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. જેમાં માંગ કરવામાં આવી હતી કે, અમરેલીમાં જે પાટીદાર દિકરીનું રાત્રે 12 વાગ્યે સરઘસ કાંઢવામાં આવ્યું હતું.તમે અન્ય રાજ્યમાં મહિલા સન્માનની વાત કરી રહ્યા છો પરંતુ ગુજરાતમાં બહેન-દીકરી ન્યાય માટે વલખા મારી રહી છે. ગુજરાતની દીકરીનું જાહેરમાં વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસતંત્ર દ્વારા કાયદાકીય જોગવાઈનું ખુલ્લેબામ ઉલ્લંધન કરવામાં આવી રહ્યું છે, તમામ પ્લેટફોર્મ પર બહેન-દીકરીને ન્યાય માટે જુજમવું પડી રહ્યું છે તેમ છતાં ન્યાય માટે કોઈ આશા રહી નથી.
સાહેબ સહાય નથી જોતી ન્યાય આપો
સરકાર મારકત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ માં મહિલાના સન્માન અને ઉત્કર્ષ માટે સંકલ્પ પત્ર થી બહેનોને અલગ-અલગ રીતે માસિક ૨૫૦૦ની સહાય તેમજ ગેસના એલપીજી સીલીન્ડરમાં સબસીડી માધ્યમથી ૩૫૦૦નો રાહત આપી રહ્યા છો. જ્યારે ગુજરાતમાં આપની સરકાર અવરિતપણે ૩૦ વર્ષથી સાશન કરી રહી છે. ત્યારે ગુજરાતની બહેન દીકરી માટે આવી યોજના કેમ આપવામાં આવતી નથી. ગુજરાતની બહેન-દીકરી ન્યાય માટે પણ વલખા મારી રહી છે.