Payal Goti: કૌશિક વેકરીયા વિરૂદ્ધ વોન્ટેડની પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાઇરલ

Payal Goti: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે. હવે આ સમગ્ર ઘટનામાં કૌશક વેકરીયા (Kaushik Vekaria) વિરૂદ્ધ સોશ્યલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ છે. આ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા (Kaushik Vekaria) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

કૌશિક વેકરીયા વોન્ટેડની પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાઇરલ

સમગ્ર અમરેલી પત્રકાંડમાં અત્યારસીધી અનેક પ્રકારની માહિતી સામે આવી છે. જેમા વધુ એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા (Kaushik Vekaria) વિરૂદ્ધ સોશ્યલ મીડિયામાં વોન્ટેડની પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. આ પોસ્ટમાં ઉલ્લેખ હતો કે અમરેલીની જનતા રાહ જુએ તેવા એડિટિંગ સાથેના વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા.જેમાં નકલી લેટર કાંડ બાદ ધારાસભ્ય કૌશિક વેકરીયા (Kaushik Vekaria) મીડીયા માંથી ગાયબ થઈ ગયા છે.આ સમગ્ર ઘટના સૌરાષ્ટ્રની અલગારી નામના ફેસબુક આઈડી પરથી પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી.

જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયાને કર્યા સસ્પેન્ડ

અમરેલીના નકલી લેટરકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં નકલી લેટર કાંડના આરોપી અશોક માંગરોળીયા પર અમરેલીના DDOએ કાર્યવાહી કરી છે. DDO પરીમલ પંડ્યાએ અશોક માંગરોળીયાને જસવંત ગઢના સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અશોક માંગરોળીયા લેટરકાંડ મામલે સબજેલમાં હોવાથી DDOએ સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહી થતા સમગ્ર પથંકમાં હાહકાર મચી ગયો છે.

 

 

Scroll to Top