રશિયાની સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, વિદેશ મંત્રાલયે ઊંડો શોક વ્યક્ત કર્યો

રશિયા-યુક્રેન યુદ્ધમાં કેરળના ત્રિશૂરના નાગરિક બિનિલ બાબુના મૃત્યુ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમનું મૃત્યુ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મંત્રાલયે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ખાતરી આપી છે કે ભારતીય દૂતાવાસ રશિયન સત્તાવાળાઓના સંપર્કમાં છે.જેથી મૃત ભારતીયોના નશ્વર અવશેષો શક્ય તેટલી વહેલી તકે ભારત પાછા લાવી શકાય. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધમાં 12 ભારતીય નાગરિકો માર્યા ગયા છે. જ્યારે 16 લોકો લાપતા છે.

યુક્રેન યુદ્ધમાં 12 ભારતીય નાગરિકો માર્યા ગયા

વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહ્યું બિનીલ બાબુનું મૃત્યું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.અમારૂં દૂતાવાસ રશિયન સત્તાવાળાઓના સંપર્કમાં છે જેથી તેમના પાર્થિવ દેહને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત કરી શકાય. અન્ય વ્યકિત કે જેઓ ઈજાગ્રસ્ત છે તેની સારવાર મોસ્કોમાં ચાલી રહી છે.

વિદેશ મંત્રાલયે ઊંડો શોક વ્યક્ત કર્યો

વિદેશ મંત્રાલયે કેરળના ત્રિશૂરના વતની બિનિલ બાબુના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બિનિલ બાબુનું મૃત્યુ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને ભારત સરકાર તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. ભારતીય દૂતાવાસ રશિયન સત્તાવાળાઓના સતત સંપર્કમાં છે.જેથી બિનિલ બાબુના પાર્થિવ દેહને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત લાવી શકાય. આ ઉપરાંત અન્ય એક ઘાયલ ભારતીયની મોસ્કોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 

 

Scroll to Top