સુરતના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસેથી 11 લાખની લાંચની માંગણીના કેસમાં, એસીબીએ વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગીયાને ધરપકડ કરી છે.
બીજી તરફ, કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા સામે આગળની કાર્યવાહી થવાની છે. આ ધરપકડ બાદ, વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ કર્યા છે અને તેને “તોડ પાર્ટી” ગણાવી છે. કાનાણીએ કહ્યું કે, આ પક્ષ ભ્રષ્ટાચારમાં ડૂબેલો છે, કારણ કે પાર્ટીના મોટા નેતાઓ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા અગાઉ જેલમાં રહ્યાં છે.
કેસની તપાસમાં, કોન્ટ્રાક્ટર અને બંને કોર્પોરેટર વચ્ચે લાંચની વાતચીતનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું, જે એફએસએલ દ્વારા પુષ્ટિ કરાયું છે. સુરત મહાનગરપાલિકા અધિકારીઓની ભૂમિકા અંગે પણ પ્રશ્નો ઉઠાવાયા છે, પરંતુ હાલ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.